ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છ અબડાસાની પ્રતિષ્ઠાની પેટા ચુંટણી :આજે અબડાસામાં વિજય રૂપાણી અને હાર્દિક પટેલ જાહેરસભા યોજશે

અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણી નજીક છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે. ત્યારે આ બંને રાજકીય પક્ષોનો પ્રચાર અને પ્રસાર શરૂ થયો છે. જેમાં ભાજપના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કોંગ્રેસના પ્રચારક પૈકીના પક્ષના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સભા યોજશે.

abadsa
કચ્છ અબડાસાની પ્રતિષ્ઠાની પેટા ચુંટણી

By

Published : Oct 22, 2020, 7:56 AM IST

  • અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ
  • ચૂંટણીને લઇને બંને રાજકીય પક્ષોનો પ્રચાર અને પ્રસાર શરૂ થયો
  • બંને રાજકીય પક્ષો દ્વારા જાહેરસભાનું આયોજન

કચ્છ : અબડાસા મત વિસ્તારની પેટા ચૂંટણી હવે ધીમે-ધીમે ગરમી પકડી રહી છે.ચૂંટણીની તૈયારીઓ અને આયોજનને આખરી ઓપ બાદ હવે બે મુખ્ય રાજકીય પક્ષોનો પ્રચાર અને પ્રસાર શરૂ થયો છે. મુખ્ય બંને રાજકીય પક્ષ ભાજપના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કોંગ્રેસના પ્રચારક પૈકીના પક્ષના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ એક જ દિવસે સભા સંબોધશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની નલિયામાં જાહેરસભા

ભાજપના સહપ્રવકતા સાત્વિકદાન ગઢવીના જણાવ્યા પ્રમાણે ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી આજે અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે જાહેરસભા સંબોધશે.જ્યારે ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને જીતાડવા અપીલ કરશે. આ સભા નલિયાના જંગલેશ્વર મેદાન ખાતે સવારે 11 વાગ્યે યોજાનારી છે. આ ઉપરાંત ભાજપના સામાજિક આગેવાનો સાથે પણ બેઠક કરશે. જેના માટે ભાજપના તમામ કાર્યકરો-આગેવાનો તૈયારીઓમાં લાગી ગયા છે.

હાર્દિક પટેલની નખત્રાણામાં જાહેરસભા

બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી પ્રમુખ અને યુવા નેતા હાર્દિક પટેલ આજે નખત્રાણા ખાતે જાહેરસભા સંબોધશે અને કોંગ્રેસના ઉમેદવાર ડૉ.શાંતિલાલ સેંઘાણીને વિજયી બનાવવા હાકલ કરશે. કોંગ્રેસના પ્રવકતા દિપક ડાંગરની યાદી મુજબ નખત્રાણા ખાતેના રામદેવપીર મેદાનમાં સાંજે 6 કલાકે આ જાહેરસભા યોજાશે.

ABOUT THE AUTHOR

...view details