કચ્છઃ જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશીના જણાવ્યા પ્રમાણે, કચ્છમાં આગામી સમયની સાવચેતી અને તૈયારી માટે કચ્છના છ સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને ગાંધીધામ અંજાર માંડવીની સબ હોસ્પિટલમાં 25 બેડ સાથેના આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં જરૂરિયાત સમયે સિરીયસ ન હોય તેવા દર્દીઓની સારવાર થશે. જેથી મુક્ય હોસ્પિટલ પર ભારણ ઘટાડી શકાશે. બીજી જ તરફ 1.39.244 લોકોએ આરોગ્ય સેતુની એપ ડાઉનલોકન કરી છે. જે નગરપાલિકા ધરાવતા રાજ્યના તમામ જિલ્લાઓ કરતા સૌથી વધુ છે. આ બાબત કચ્છીજનોમાં જાગૃતિ અને સાવચેતી દર્શાવે છે.
કચ્છમાં લોકડાઉનની તકેદારી, 25 સેમ્પલ લેવાયા, જાણો તંત્રની કામગીરીનો સંપૂર્ણ અહેવાલ - કોવિડ હેલ્થ સેન્ટર
કોરોના મહામારીના કહેર વચ્ચે કચ્છમાં એક દર્દીનું મોત નિપજયું છે અને ત્રણ પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે. આ વચ્ચે જિલ્લા આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. લોકડાઉનના બીજા તબક્કાના આજે ગુરૂવારે ત્રીજા દિવસે થયેલી કામગીરીનો ચિંતા અહી રજૂ કરાયો છે.
જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રેમકુમાર કન્નરના જણાવ્યા પ્રમાણે, ગત બુધવારને રાત્રે 2 શંકાસ્પદ દર્દીઓ સહિત કુલ આજે 25 સેમ્પલ લેવાયા છે. આ વચ્ચે કચ્છના પ્રથમ મહિલા દર્દીનો બીજો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે ગઈકાલે લેવાયેલા 46 સેમ્પલમાંથી તમામ નેગેટીવ આવ્યાં છે. બીજી તરફ રેન્ડમ સેમ્પલની કામગીરી ચાલી રહી છે. ગાંધીધામમાં એનઆરઆઈના સંપર્કમાં આવેલા લોકો, પોલીસ જવાનો સહિતના 25 સેમ્પલનું પરીક્ષણ કરાવાશે. તે દરમિયાન ભૂજમાં જ સેમ્પલના ટેસ્ટિંગ માટેની કામગીરી હજુ ચાલુ છે. એક-બે દિવસમાં મંજુરી મળી જવાની શક્યતા છે.
આ દરમિયાન કચ્છના આરોગ્ય વિભાગે સરકારી કવોન્ટાઈન સ્થળોને હવે કોવિડ કેર સેન્ટર તરીકે સ્પષ્ટ ઓળખ દર્શાવી છે. જેમાં સામાન્ય લક્ષણો, સંપર્કમાં આવેલા લોકોની કવોરન્ટાઈન સહિતની કામગીરી કરાશે. જ્યારે કોવિડ હેલ્થ સેન્ટરમાં શંકાસ્પદ દર્દીઓની સારવાર ઉપરાંત પોઝિટિવ હોય પણ લક્ષણો ન હોય તેવા દર્દીઓની સારવાર કરાશે. જ્યારે ગંભીર અને જરૂરિયાત જણાય તેવા દર્દીઓ માંટે ગાંધીધામની સ્ટર્લિંગ, મુંદરાની એલાન્યસ ભૂજની જી.કે. જનરલ અને આદિપુરની હરિઓમ હોસ્પિટમલાં સારવારની તૈયારીઓ કરી છે.
બીજી તરફ આરોગ્ય વિભાગે કચ્છમાં ગઇકાલ સાંજે ચાર વાગ્યાથી આજે ગૂરૂવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં કુલ 1666 વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન 52 જેટલા વ્યક્તિઓને હોમ કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યાં છે. કુલ 1234માંથી 1182 વ્યકિતોઓને ઘરમાં કવોરોન્ટાઇન કરવામાં આવ્યાં છે. જ્યારે જિલ્લામાં કુલ 2531 ઈન્સ્ટીટયુશનલ કવોરોન્ટાઇન વ્યવસ્થા છે. જેમાં 132 વ્યક્તિઓને સરકારી કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત પોઝિટિવ કેસ ધરાવતા માધાપર ગામમાં 10 ટીમે સાથે મળીને 728 ઘર પૈકી 3697 લોકોનો સર્વે કરાયો હતો.