મળતી વિગતો મુજબ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ગુજરાતમાં પોલીસ વિભાગના કાર્યક્રમ માટે આણંદ આવશે. આણંદથી ગાંધીનગર થઇને રવિવારે સાંજે 4 વાગ્યે ભૂજ પહોંચશે. ભુજ એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે ધોરડો જશે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પ્રવાસન પ્રધાનો ગણપતભાઇ વસાવા, વાસણભાઇ આહીર તથા પ્રવાસન સચિવ મમતા વર્મા તેમનું સ્વાગત કરશે.
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ 15 ડિસેમ્બરે કચ્છની મુલાકાતે, સફેદ રણમાં કરશે રોકાણ
કચ્છ: દેશ વિદેશના સહેલાણીઓને ઘેલું લગાડનાર કચ્છના પ્રખ્યાત સફેદ રણની નિહાળવા અને માણવા દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આગામી 15મી ડિસેમ્બરની રોજ કચ્છની મુલાકાતે આવશે. આગામી રવિવારે કચ્છના સફેદ રણમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુની ઉપસ્થિતીમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. વાઇસ પ્રેસિડેન્ટનું સ્વાગત કરવા ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત પ્રધાનમંડળના સભ્યો તેમને આવકારશે.
ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુ 15 ડિસેમ્બરે કચ્છની મુલાકાતે, સફેદ રણમાં કરશે રોકાણ
સફેદ રણની ટેન્ટસિટીમાં રજવાડી કલ્સ્ટરમાં તેઓ રોકાણ કરવાના છે. ત્યાંના વિવિધ કચ્છની કલા-કારીગીરીના સ્ટોલની મુલાકાત લેશે અને રાત્રે રણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ માણશે. ઉપરાષ્ટ્રપતિ રાત્રિ રોકાણ ધોરડોમાં કર્યા બાદ સવારે 8 વાગ્યે હેલિકોપ્ટરથી ભુજ અને ભુજથી દિલ્હી જવા રવાના થશે. તેવી માહિતી સતાવાર રીતે મળી રહી છે. જે દરમિયાન ઉપરાષ્ટ્રપતિની મુલાકાતે પગલે કચ્છનું તંત્ર જિલ્લા કલેકટર એમ. નાગારાજનના માર્ગદર્શનમાં આયોજન અને તૈયારીઓ કરી રહ્યું છે.
Last Updated : Dec 12, 2019, 11:04 PM IST