ગુજરાત

gujarat

ETV Bharat / state

નલિયા કચ્છનું સૌથી ઠંડુ શહેર, ઉપ રાષ્ટ્રપતિ આજે કચ્છની મુલાકાતે - latest news in Kutch

કચ્છઃ જિલ્લામાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. જે રાજ્યના સૌથી ઠંડા મથક તરીકેનું નલિયાએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. નલિયામાં રવિવારના 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તરના ઠંડા પવન ઝડપભેર આગળ વધી રહ્યા હોવાથી કચ્છમાં ઠંડીની ચમક વધી છે. ત્યારે એકાએક લઘુતમ તાપમાનનો પારો 4 ડિગ્રી ગગડી ગયો છે. બીજી તરફ દેશના ઉપરાષ્ટ્રપતિ આજે કચ્છની મુલાકાતે આવશે. દેશ-વિદેશમાં પ્રખ્યાત કચ્છના સફેદ રણમા કચ્છ રણોત્સવમાં તેઓ ઉપસ્થિત રહેશે. સાંજે ભુજ ખાતે ખાસ પ્લેન મારફતે આવ્યા બાદ તેઓ હેલિકોપ્ટર વડે ધોરડો જશે જયાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના મહાનુભાવો તેમને આવકારશે.

kutch
આજે કચ્છના મહત્વના સમાચાર, ઉપરાષ્ટ્રપતિ કચ્છ-રણોત્સવમાં, નલિયા કચ્છનું સૌથી ઠંજુ શહેર

By

Published : Dec 15, 2019, 12:44 PM IST

ABOUT THE AUTHOR

...view details