ગુજરાત

gujarat

ETV Bharat / state

Vajpayee Bankable Scheme: કચ્છ જિલ્લામાં વાજપાઈ બેંકેબલ યોજનાનો 1223 લાભાર્થીઓએ લીધો લાભ - ઉદ્યોગ કેન્દ્રના અધિકારી

ગુજરાત સરકાર દ્વારા મહિલાલક્ષી, સ્વરોજગારલક્ષી, વિકલાંગ કલ્યાણ સહિતની યોજનાઓ(Disability welfare schemes) ચાલે છે. કચ્છના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના શિક્ષિત બેરોજગાર યુવાનો(Educated unemployed youth) અને યુવતીઓને શ્વાવલંબી બને તે માટે વાજપાઈ બેંકેબલ યોજના અમલમાં મુકવામાં આવી છે.

Vajpayee Bankable Scheme: કચ્છ જિલ્લામાં વાજપાઈ બેંકેબલ યોજનાનો 1223 લાભાર્થીઓએ લીધો લાભ
Vajpayee Bankable Scheme: કચ્છ જિલ્લામાં વાજપાઈ બેંકેબલ યોજનાનો 1223 લાભાર્થીઓએ લીધો લાભ

By

Published : Mar 25, 2022, 3:43 PM IST

કચ્છ: શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના શિક્ષિત બેરોજગાર યુવાનો અને યુવતીઓને સ્વરોજગારી પુરી પાડવા માટે વાજપાઈ બેંકેબલ યોજના અમલમાં મુકવામાં આવી છે. કુટીર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ અર્થે ચાલુ થયેલ આ યોજના થકી કચ્છ જિલ્લામાં વાજપાઈ બેંકેબલ યોજનાનો લાભ 1223 લાભાર્થીએ લીધો છે અને કુલ 9.71 કરોડની સહાય ચુકવવામાં આવી છે.

રાજ્યમાં જનતાને લાભ મળી રહે તે અર્થે વિવિધ યોજનાઓ ચાલે છે -જેમાં ભારત સરકારની યોજનાઓ તથા ગુજરાત સરકારની યોજનાઓ સંયુક્ત રીતે અમલીકૃત થયેલી છે. ગુજરાત સરકાર દ્વારા મહિલાલક્ષી, સ્વરોજગારલક્ષી, વિકલાંગ કલ્યાણ સહિતની યોજનાઓ ચાલે છે. આ ઉપરાંત સમાજકલ્યાણ, સમાજસુરક્ષા દ્વારા પણ સુરક્ષાઓની યોજનાઓ પણ નાગરીકોના હિત માટે કાર્યરત છે. ગુજરાત સરકારના કમિશ્નર કુટીર અને ગ્રામોદ્યોગની કચેરી દ્વારા ઘણી યોજનાઓ ચાલે છે.

વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ 9.71 કરોડની સહાય ચુકવવામાં આવી - શહેરી અને ગ્રામ્ય વિસ્તારોનાશિક્ષિત બેરોજગાર યુવાનો અને યુવતીઓને સ્વરોજગારી પુરી પાડવા માટે વાજપાઈ બેંકેબલ યોજના અમલમાં મુકવામાં આવી છે. કુટીર ઉદ્યોગને પ્રોત્સાહન મળે અને સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરવાની સાથે યુવાનો શ્વાવલંબી બને તે માટે(Young people become self-made) આ યોજના મહત્વરૂપ સાબિત થઈ રહી છે. કચ્છ જિલ્લામાં 2020-21 દરમિયાન વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ 9.71 કરોડની સહાય ચુકવવામાં આવી છે. આ યોજના સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકારે કોરોના કાળમાં અનેક યોજનાઓ અમલમાં મુકી હતી. જેમાં MESME યોજનાનો(MESME scheme) પણ કચ્છના નાના અને મધ્યવર્ગિય ઉદ્યોગઓએ(Middle class industries) લાભ લીધો હતો.

20 ટકાથી લઈને 40 ટકા સુધીની સહાય મળવાપાત્ર - કચ્છ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી(Industry Center Officer) K P ડેરે માહિતી આપતા જણાવ્યું કે, સ્વરોજગાર માટેની વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ ઉદ્યોગ, સેવા, વેપાર શરૂ કરવા અથવા ધંધાનો વ્યાપ વધારવા માટે મહત્તમ રૂપિયા 8 લાખની લોન ધીરાણ કરવા માટે બેંકને ભલામણ કરવામાં આવે છે. જે મંજૂર થયેથી 20 ટકાથી લઈને 40 ટકા સુધીની સહાય મળવાપાત્ર રહે છે. ઉદ્યોગ માટે મહત્તમ રૂપિયા 1,25,000, સેવા માટે મહત્તમ રૂપિયા 1 લાખ તથા વેપાર માટે મહત્તમ રૂપિયા 80,000ની સહાય મળવાપાત્ર રહેશે.

389 નવા એકમોને મંજૂરી આપી બેંકમાં ભલામણ કરવામાં આવી - આ યોજના હેઠળ વર્ષ 2020-21 દરમ્યાન 1223 સ્વરોજગારી કરતા લાભાર્થીઓને કુલ રૂપિયા 9.71 કરોડની સહાય ચુકવવામાં આવેલ અને કુલ્લ 389 નવા એકમોને મંજૂરી આપી બેંકમાં ભલામણ કરવામાં આવી હતી. કચ્છ જિલ્લામાં ગુજરાત ઔદ્યોગિક નીતિના અમલીકરણના લીધે MESME સેકટરમાં ચાઈનાકલે તથા બેન્ટોનાઈટ પ્રોસેસ પ્લાન્ટ, ટિમ્બર ઉદ્યોગ, પ્લાય ઉદ્યોગ, પેકેજીંગ ઉદ્યોગ વગેરે ક્ષેત્રે નવા રોકાણ થાય છે.

આ પણ વાંચો:રાજ્યમાં રોજગારી-સ્વરોજગારી વધે તે માટે MSMEને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવે છે : સૌરભ પટેલ

લોન લેવાના બહાને કોઈપણ પ્રકારનો નાણાકીય વ્યવહાર ન કરવા પણ અપીલ કરવામાં આવી - આ સાથે નાના તથા સ્વરોજગારી કરતા એકમો જેવા કે, મીનરલ વોટર પ્લાન્ટ, સોલાર પ્લેટ એસેમ્બલ, પેપર કપ ડીશ બનાવતા એકમો, ફર્નિચર બનાવતા એકમો, હેન્ડીક્રાફટ એકમો, બ્યુટીપાર્લર, ફોટોગ્રાફી, જીમ વિગેરે ક્ષેત્રે નવા મુડીરોકાણ થયા છે. અમલીકૃત યોજનાનો લાભ લેવા ઓનલાઈન અરજી થઈ શકે છે. તેમજ આ પ્રક્રિયા નિઃશુલ્ક હોય છે. યોજનાઓ માટે કચેરી મારફત કોઈ એજન્ટો દલાલો અનઅધિકૃત વ્યક્તિઓને માન્યતા આપવામાં આવેલ નથી. જેથી લોન લેવાના બહાને કોઈપણ પ્રકારનો નાણાકીય વ્યવહાર ન કરવા પણ અપીલ કરવામાં આવી છે.

277 એકમોને 15.12 કરોડની સહાય આપવામાં આવી - ચાલુ વર્ષમાં કચ્છ જિલ્લામાં એમએસએમઈ એકમોને ઔદ્યોગીક નીતિ 2015 અંતર્ગત 277 એકમોને રૂપિયા 15.12 કરોડની સહાય આપવામાં આવી છે. ગુજરાત ઔદ્યોગીક નીતિ 2020 હેઠળ એમએસએમઈએસને તાલુકાઓની શ્રેણીના આધારે એકમોને લોન પર મુડી અને વ્યાજ સબસીડી મળવાપાત્ર રહે છે. તાલુકાઓની શ્રેણીના વધુમાં વધુ મુડી સહાય 25 ટકા સુધી મહત્તમ રૂપિયા 35 લાખ અને વ્યાજ સહાય 7 ટકા સાત વર્ષ માટે મળવાપાત્ર રહેશે.

આ પણ વાંચો:Farmer Smartphone Subsidy Scheme: ખેતી અંગેની તમામ માહિતી હવે ખેડૂતોની આંગળીના ટેરવે, ધરતીપુત્રોએ આપી પ્રતિક્રિયા

સીધી 800 જેટલી તથા પરોક્ષ 2000 જેટલી રોજગારીનું સર્જન - કચ્છ જિલ્લામાં ગુજરાત ઔદ્યોગીક નીતિ 2020 હેઠળ MESMEને મળતા લાભ માટે અંદાજે કુલ્લ નવા 90 જેટલા એકમોને મંજુરી પત્ર આપવામાં આવેલ છે. જે અનુસંધાને કુલ્લ રૂપિયા 1.80 કરોડ જેટલું મુડીરોકાણ સાથે સીધી 800 જેટલી તથા પરોક્ષ 2000 જેટલી રોજગારીનું સર્જન થયેલ છે.

જિલ્લામાં રૂપિયા 8.34 કરોડનું નવું રોકાણ થયેલ છે અને 800 જેટલી નવી રોજગારીનું સર્જન - કોરોના કાળમાં વેપારીઓને સહયોગ થાય તેવી અનેક યોજના સરકારે અમલમાં મુકી હતી, જેમાં ચાલુ વર્ષમાં વડાપ્રધાન રોજગાર સર્જન કાર્યક્રમ હેઠળ નવા એકમોને ઉત્પાદન ક્ષેત્ર માટે રૂા. 25 લાખ સુધી અને સેવાક્ષેત્ર માટે રૂપિયા 10 લાખની પ્રોજેકટ મર્યાદામાં ધીરાણ ઉપર 15 ટકા થી 20 ટકા સુધી સહાય ચુકવવામાં આવે છે. ચાલુ વર્ષમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આવા 69 નવા એકમોને આ યોજના હેઠળ સહાય ચુકવવામાં આવેલ, જેના થકી જિલ્લામાં રૂપિયા 8.34 કરોડનું નવું રોકાણ થયેલ છે અને 800 જેટલી નવી રોજગારીનું સર્જન થયું હોવાનું પણ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details