ત્યારે આ અંગે સ્વામી દેવ પ્રકાશે જણાવ્યું હતું કે, 20 હજારથી વધુ હરિભક્તો માટે પંડાલ તૈયાર કરાયો છે. સવંત 1876ના માગશર સુદ ચતુર્થીના દિવસે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં સાધુની જગ્યામાં પધાર્યા હતા. અહીંથી શરૂ થયેલા ભગવાન સ્વામિનારાયણની વચન પ્રસાદીનો સાક્ષાત્કાર થયો હતો.તેમણે વધુમાં જણાવ્યું કે,શતાબ્દી પ્રસંગે ભુજ સ્વામિનારાયણ મંદિર ન માત્ર કચ્છ સત્સંગ પણ સમગ્ર સંપ્રદાયમાં સૌથી મોટો અને ઐતિહાસિક ઉત્સવ ઉજવવા મસમોટી તૈયારીઓ કરી રહ્યો છે.
ભુજના આંગણે ઉજવાશે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ, સ્વામિનારાયણ મંદિર દ્વારા અનેકાનેક તૈયારીઓ શરૂ - વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ
ભુજ: કચ્છના પાટનગર ભુજમાં આવેલા નૂતન સ્વામિનારાયણ મંદિરે આગામી ૩૦મી નવેમ્બરથી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ શરૂ થશે જે માટેની તૈયારીઓ ચાલી રહી છે,જેથી આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભુજ સ્વામિનારાયણ મંદિરના 273 સંસાર ત્યાગી સંતોએ વચનામૃત અને શતાબ્દી મહોત્સવ પ્રગટ કરી દીધું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, પુરાણી પ્રેમ પ્રકાશ દાસજી, વરિષ્ઠ કોઠારી સ્વામી જાદવજી ભગત, તથા સંતો મંદિરના વહિવટી કોઠારી રામજીભાઈ દેવજી વેકરીયા, કોઠારી મૂળજીભાઈ કરસન શિયાણી તેમજ સમગ્ર ટ્રસ્ટી મંડળના સહિયારા આયોજન કરી લેવાયું છે જેને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
ઉત્સવની ધજાઓ સાથે સમગ્ર પરિસરને રોશનીથી શણગારી દેવાયું છે, ખાસ તૈયારી કરાવેલી સોળસો જેટલી વિશિષ્ટ પત્રિકાઓ દેશ-વિદેશના કેન્દ્રમાં પહોંચાડવામાં આવી છે. ત્યારે દેશ વિદેશથી ભક્તો આ પ્રસંગમાં ઉપસ્થિત રહેવા પહોંચી રહ્યા છે.