- 3 દિવસના વિરામ બાદ ફરીથી વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું
- કચ્છ જિલ્લામાં વેક્સિનેશનના સેશનની સંખ્યા વધારવામાં આવી
- કચ્છમાં અત્યાર સુધીમાં કુલ 2,53,382 લોકોએ વેક્સિન લીધી
કચ્છ: સરકાર દ્વારા 1લી મેથી રોજ 18 વર્ષથી ઉપરના લોકોને રસી આપવાનો શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં સમગ્ર કચ્છમાં વાવાઝોડાની સંભવના ને પગલે 3 દિવસ માટે વેકસિનેશનનો કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું પરંતુ હવે તે પાછું શરૂ કરી દેવામાં આવ્યું છે.
કચ્છમાં 3 દિવસના વિરામ બાદ વેક્સિનેશન પુનઃ શરૂ, પૂરતો જથ્થો ઉપલબ્ધ જુદા જુદા વયજૂથ પ્રમાણે આપવામાં આવી રહી છે વેક્સિન
વહીવટી તંત્ર દ્વારા હાલમાં જુદા જુદા વયજૂથ પ્રમાણે વેક્સિન આપવામાં આવી રહી છે. સૌપ્રથમ 60 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવામાં આવી હતી અને ત્યાર બાદ 45 વર્ષથી 59 વર્ષના ગંભીર બીમારી ધરાવતા લોકોને વેક્સિન આપવામાં આવી હતી અને ત્યાર બાદ 45 વર્ષથી ઉપરના તમામ લોકોને 1 એપ્રિલથી વેક્સિન આપવામાં આવી હતી.
વેક્સિનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ
18 વર્ષથી વધુ ઉંમરના 4,000 જેટલા લોકોને દરરોજ વેક્સિન આપી શકાય તેવું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 18 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવા માટે 28,830 જેટલો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે 45 વર્ષથી વધુ વયના લોકો માટે 10,670 વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે.
વેક્સિનેશનના સેશનની સંખ્યા વધારવામાં આવી
આ ઉપરાંત વેક્સિનેશન માટે વધારે સેશન પણ શરૂ કરવામાં આવ્યા છે.ભુજ, ગાંધીધામ, અંજારમાં બે-બે નવા સેશન શરૂ કરવામાં આવ્યા છે. માંડવી, ભચાઉ, મુંદ્રા અને નખત્રાણા તાલુકામાં પણ એક-એક નવા સેશન શરૂ કરવામાં આવ્યા છે.
કુલ 2,53,382 લોકોએ વેક્સિન લીધી
અત્યાર સુધી કચ્છમાં 18 વર્ષથી વધુ ઉંમરના 21,660 લોકોને તથા 45 વર્ષથી વધુ ઉંમરના 2,31,722 લોકોને વેક્સિન આપવામાં આવી છે. 18 વર્ષથી વધુ ઉંમરના લોકોની વાત કરવામાં આવે તો સૌથી વધારે ભુજના 2,717 લોકોએ વેક્સિન લીધી છે. જ્યારે, રાપર તાલુકાના 1,564 લોકોએ જ વેક્સિન લીધી છે. આ ઉપરાંત 45 વર્ષથી ઉપરના સૌથી વધુ ભુજ તાલુકાના 59,531 લોકોએ, જ્યારે સૌથી ઓછા લખપત તાલુકાના 4,658 લોકોએ જ વેક્સિન લીધી છે.