કચ્છ :રાજ્યમાં કોરોના વાયરસ બાદ હવે લમ્પીના વાયરસને કાળો કહેર કર્યો છે. રાજ્યમાં લગભગ મોટા ભાગના (Lumpy Virus in Kutch) જિલ્લા લમ્પી રોગ ધૂસીને પશુઓના માથે ચડીને નાચી રહ્યો છે. લમ્પી વાયરસથી એક બાદ એક ગાયના મૃત્યુુના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં (Vaccination cattle in Kutch) રસીકરણ ચાલુ કરાયું છે. જેમાં કચ્છ જિલ્લામાં લમ્પી વાયરસ સંદર્ભે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 2.3 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરાયુ છે.
પશુપાલન વિભાગની ટીમો કાર્યરત - કચ્છ જિલ્લામાં પ્રવર્તમાનગાંઠદાર ચામડીનો જોવા મળેલો છે. જેમા માંડવી તાલુકાના દરેક ગામોમા આ રોગ નોંધાયેલો છે. જે રોગ અંતર્ગત તાલુકા કક્ષાએથી આ રોગને કાબુમાં લેવા જિલ્લા વહીવટી તંત્રના તેમજ ગાંધીનગરના પશુપાલન વિભાગના (Cattle under treatment in Kutch) સીધા માર્ગદર્શન હેઠળ હાલ 6 ટીમો દ્વારા સઘન કામગીરી કરાઈ રહી છે. 31મી જુલાઈ સુધીમાં આ રોગ અન્વયે 3827 પશુઓની સારવાર કરવામાં આવી તેમજ 22781 પશુઓને રસીકરણ કરવામાં આવ્યું હતું.
1962 એમ્બુલન્સ ઈમરજન્સી LSD રોગની સારવાર અર્થે -માંડવી તાલુકામાં આવેલા વિવિધ 11 જેટલી ગૌશાળા/ પાંજરાપોળની મુલાકાતો લઈ અને જરૂરી સારવાર અને 4500 જેટલા પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત માંડવી આઇસોલેશન સેન્ટર તેમજ મસ્કા આઇસોલેશન સેન્ટરની દૈનિક મુલાકાતો લઈ જરૂરી સારવાર કરવામાં આવી રહી છે. તાલુકામાં કાર્યરત નાના રતડીયા ખાતેની 1962 એમ્બુલન્સને ફક્ત ઇમરજન્સી LSD રોગની સારવાર અર્થે (Vaccination cows in Gujarat) ફાળવણી કરવામાં આવી છે.