ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉઝબેકિસ્તાનનું પ્રતિનિધિમંડળ કચ્છની મુલાકાતે - ઉઝબેકિસ્તાનનું પ્રતિનિધિમંડળ

કચ્છ: જિલ્લાની એક દિવસની મુલાકાતે આવેલ ઉઝબેકિસ્તાનનું ડેલિગેશન ટીમે અદાણી સોલાર પેનલ મેન્યુફેરચરિંગ યુનિટ અને રતનાલ ખાતેના આશાપુરા એગ્રીકલ્ચરલ ફાર્મની મુલાકાત લીધી હતી. ગુજરાતના કૃષિ અને ઉદ્યોગક્ષેત્રના હિતલક્ષી વ્યાપારીક સંબંધો વિકસાવવાના ભાગરૂપે ગુજરાતનું ડેલિગેશન ગત મહિનાની 19 થી 23 ઓકટોબર 2019ની પાંચ દિવસની ઉઝબેકિસ્તાનની મુલાકાતે ગયું હતું. આ સદર્ભે રાજયના ઉર્જા પ્રધાન સૌરભભાઈ પટેલની આગેવાની હેઠળ રાજયના ઉદ્યોગ કમિશ્નર ડો. રાહુલ ગુપ્તા, ઇન્ડેક્ષ-બીના નિકેત શ્રીવાસ્તવની સાથે રાજ્ય પ્રધાન વાસણ આહિર પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉઝબેકિસ્તાનનું પ્રતિનિધિમંડળ કચ્છની મુલાકાતે
ઉઝબેકિસ્તાનનું પ્રતિનિધિમંડળ કચ્છની મુલાકાતે

By

Published : Nov 29, 2019, 10:12 PM IST

કચ્છના મુન્દ્રા ખાતે ઉર્જાપ્રધાન સૌરભભાઈ પટેલ સાથે ઉઝબેકિસ્તાનના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અદખામ ઇકરામોવ, ભારત ખાતેના ઉઝબેકિસ્તાનના એમ્બેસેડર ફરહોદ અરઝિયર, ઉઝબેકિસ્તાનના ડેપ્યુટી કૃષિપ્રધાન સૈયદકમોલ ખોદજએવ, એડમિનિસ્ટ્રેશન પ્રેસિડેન્ટ વાલીજોન, ઉઝબેકિસ્તાનના ઉર્જા વિભાગના પ્રતિનિધિ અદખામઝોન ઉબયદુલ્લેવે સ્થાનિક ઉદ્યોગના અગ્રણીઓ ચિંતનભાઈ ઠકકર, કમલભાઈ બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિ સાથે નવીનાળ ઇલેકટ્રોનિક મેન્યુફેકચરીંગ કલસ્ટર (ઇએમસી) ખાતેના અદાણી સોલાર પેનલ મેન્યુફેકચરીંગ યુનિટની મુલાકાત લીધી હતી.

ઉઝબેકિસ્તાનનું પ્રતિનિધિમંડળ કચ્છની મુલાકાતે

મુન્દ્રા પોર્ટ ખાતે રીસાયકલ સ્ટીલ ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કરાતું હોવાની સાથે આવનારા દિવસોમાં સોલાર પેનલ માટેની માગ પુરી કરવા તથા રીન્યુએબલ સોલાર એનર્જીના ભાવિ વપરાશને ધ્યાને રાખી સોલાર પેનલ ઉત્પાદન કરતાં અદાણી પોર્ટના નવીનાળ ખાતેના સોલાર ટેકનો પાર્કની ઉઝબેકિસ્તાન ડેલિગેશનની ટીમે કામગીરી રસપૂર્વક નિહાળી પ્રભાવિત થયા હતા અને તેની પૂરક જાણકારી પણ મેળવી હતી.

કચ્છમાં થતાં કયાં-કયાં બાગાયતી પાકો ત્યાં થઇ શકે તેની શકયતાઓ ચકાસવા તથા આધુનિક ખેતીથી અવગત થવાના આશય સાથે ઉઝબેકિસ્તાન ડેલિગેશન ટીમે રતનાલ ખાતેના આશાપુરા એગ્રિકલ્ચરલ ફાર્મની મૂલાકાત દરમિયાન ઉર્જાપ્રધાન સૌરભભાઈ પટેલ તેમજ રાજય પ્રધાન વાસણભાઈ આહિર, ટુરીઝમના ડાયરેકટર અને કચ્છ ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, અગ્રણી દિલીપભાઈ દેશમુખ, આશાપુરા ફાર્મના હરેશભાઈ ઠકકર, વિરલભાઈ ઠકકર અને દીપાલીબેન વગેરે પણ તેમની સાથે જોડાયાં હતા.

ઉઝબેકિસ્તાનની ટીમને રતનાલ ખાતેના આશાપુરા એગ્રીકલ્ચરલ ફાર્મના ડ્રેગનફ્રુટનો આસ્વાદ માણ્યો હતો. બાગાયત અધિકારી ફાલ્ગુનભાઇ મોઢે ટીમને કચ્છમાં ખારેક, ડ્રેગન ફ્રુટ, દાડમ, સકકરીયા સહિતની આધુનિક ખેતી અને ટપક સિંચાઇ પધ્ધતિ દ્વારા મોટાપાયે કરાતી બાગાયતી ખેતીની વિગતોથી અવગત કરાવ્યાં હતાં. ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે.પી.ડેર, ઉદ્યોગ કેન્દ્રના ઇન્સ્પેકટર એમ.યુ.સુમરા સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details