કચ્છઃહોળીનો તહેવાર નજીક આવતા(Holika Dahan festival)દરેક લોકો પોતપોતાની રીતે હોળી દહનની તૈયારીઓ કરતા (Holi of 2022 )જોવા મળી રહ્યા છે. ત્યારે હોલિકા દહનમાં વપરાતા છાણાનું મહત્વ રહેતું હોય છે. ગાયના ગોબર માંથી બનતા છાણાને લોકોપ્રાથમિકતાઆપતા હોય છે. આ છાણા બનનવવા માટે દિવાળી બાદથી જ વિક્રેતાઓ ગોબર માંથી છાણા(Use of chana in Holi) બનાવવાનું શરૂ કરે છે.
દિવસના 200 થી 300 જેટલા છાણા બનાવે કારીગર---છાણા બનાવીને વેચાણ કરતા કારીગરો વહેલી સવારે વાડા અને રસ્તા પરથી ગોબર એકત્ર કરી ધોમ ધખતા તાપમાં ગોબરમાં પાણી અને ભૂસો મેળવી તેને થાપી થાપીને આકાર આપી છાણા બનાવીને સૂકવવા માટે રાખે છે. પોતાનો મોટા ભાગનો કામ આટલા તડકામાં મહા મહેનતે કરી દિવસના 200 થી 300 જેટલા છાણા બનાવે છે.
આ પણ વાંચોઃશ્વાન બન્યો શામળાજીનો ભક્ત...શ્રદ્ધા સાથે કરી રહ્યો દ્વારકાની પદયાત્રા
એક છાણા માટે એક રૂપિયો આપવા પણ તૈયાર થતા નથી ---હાલમાં કોઇપણ વસ્તુના ભાવ દરરોજ સવાર પડેને વધતા હોય છે. પરંતુ આજે પણ આ કારીગરોને છાણાનો ભાવ રૂપિયામાં નહીં પરંતુ પૈસામાં આપાય છે. કારીગરોના જણાવ્યા મુજબ આજે પણ લોકો જ્યારે હોળી પૂર્વ છાણા ખરીદવા આવે છે ત્યારે એક છાણા માટે એક રૂપિયો આપવા પણ તૈયાર થતા નથી અને માત્ર 70 થી 80 પૈસામાં જ લેવા આગ્રહ કરે છે તો ક્યારેક જ છાણાના નંગ 1ની કિંમત એક રૂપિયાના ભાવથી વેચાય છે.
મહેનત મુજબ ભાવ નથી મળતા---છેલ્લા ત્રણ ચાર દાયકાથી છાણા બનાવતા પ્રેમિલાબહેને ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વહેલી સવારના ગાયના છાણા લેવા માટે નીકળી જવું પડે છે. ત્યારબાદ આખો દિવસ એક-એક કરીને છાણા બનાવીને પછી સુકવવા રાખવા પડે એટલે આમ તો આ સખત મહેનત માંગી લેતું કામ છે. પરંતુ મહેનત મુજબ ભાવ નથી મળી રહ્યા.
આ પણ વાંચોઃHoli in Rajkot 2022 : વૈદિક હોળી માટે રાજકોટની ગૌશાળાએ તૈયાર કરી ગોબરસ્ટીક