Corona Cases in Kutch : કચ્છ જિલ્લામાં કોરોનાના નવા 109 કેસો, ઓમીક્રોનના 2 કેસો નોંધાયા
કચ્છ જિલ્લામાં 109 કોરોનાના પોઝિટિવ કેસો(Corona Cases in Kutch) નોંધાયા છે. જેથી જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 336 પહોંચી છે. તો બીજી તરફ 76 દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં નવા વેરિયન્ટ ઓમીક્રોનના નવા 02 કેસ(Omicron Cases in Kutch) નોંધાયા હતા તેમજ ઓમીક્રોનના 05 દર્દીઓ સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
Corona Cases in Kutch : કચ્છ જિલ્લામાં કોરોનાના નવા 109 કેસો, ઓમીક્રોનના 02 કેસો નોંધાયા
By
Published : Jan 11, 2022, 9:54 AM IST
કચ્છ : વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ ફરીથી વધી રહ્યું છે અને દિવસેને દિવસે પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. ત્યારે કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ ઓમીક્રોન પણ દેશમાં(New Variant Omicron in India) પગપેસારો કરી રહ્યું છે. કચ્છ જિલ્લામાં કોરોના વાયરસનાં સંક્રમણની વાત કરવામાં આવે તો કચ્છમાં 109 કોરોનાના પોઝિટિવ કેસો(Corona Cases in Kutch) નોંધાયા છે. જેથી જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 336 પહોંચી છે. તો બીજી તરફ કોઈ પણ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા ન હતા. નવા વેરિયન્ટ ઓમીક્રોનના(Omicron Cases in Kutch) જિલ્લામાં કુલ 7 કેસો નોંધાયા છે. જેમાંથી આજે 5 લોકો સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા જ્યારે નવા 2 કેસ ઓમીક્રોનનો નોંધાયા છે.
કચ્છમાં કુલ 12886 લોકોને સાજા થઈ રજા અપાય છે
કચ્છ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનાં 13334 પોઝિટિવ કેસો(Corona Update in Kutch) નોંધાયા છે. તો જિલ્લામાં આ મહામારીમાં સરકારી ચોપડા મુજબ 282 લોકોએ પોતાનો જીવ ખોયો છે. તો જિલ્લામાં 336 એક્ટિવ પોઝીટીવ કેસો છે. આજ સુધી સાજા થઈ ૨જા આપેલ કેસો 12886 છે. તેમજ આજ સુધી ઓમીક્રોનના 07(Omicron Update in Kutch) કેસો નોંધાયા છે.
જિલ્લામાં 73 કેસો અર્બન વિસ્તારમાં તેમજ 36 કેસો ગ્રામ્ય વિસ્તારમાં
કચ્છ જિલ્લામાં નોંધાયેલા 109 કેસો પૈકી 73 કેસ અર્બન વિસ્તારમાં નોંધાયા છે. જ્યારે 36 કેસો ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયા છે. ભુજ તાલુકામાં સૌથી વધારે 47 કેસો નોંધાયા છે. તો ગાંધીધામ તાલુકામાં 37, મુન્દ્રા તાલુકા 10, અંજાર તાલુકામાં 7,માંડવી તાલુકામાં 5, ભચાઉ તાલુકામાં 2 અને માંડવી તાલુકામાં 1 કેસ નોંધાયા છે. તેમજ વર્તમાન કચ્છ જિલ્લામાં કુલ 76 દર્દીઓને સ્વસ્થ થતા ઘરે પરત મોકલવામાં આવ્યા છે. જેમાંથી 29 દર્દીઓ ગાંધીધામ તાલુકાના, 28 દર્દીઓ ભુજ તાલુકાના, જ્યારે 7 દર્દીઓ માંડવી તાલુકાના, 4 દર્દીઓ અંજાર તાલુકાના તો મુન્દ્રા અને નખત્રાણા તાલુકાના 3-3 દર્દીઓ છે. તેમજ ભચાઉ અને લખપત તાલુકાના 1-1 દર્દીઓ સ્વસ્થ થયા હતા.