કચ્છ: નવા વર્ષના આગમન સાથે ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો (Increase in minimum temperature in Gujarat) થતા ઠંડીમાં ઘટાડો થયો છે. તેમજ ઘણા વિસ્તારોમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આજે બુધવારે તમામ જિલ્લાઓમાં ઠંડીમાં ઘટાડો નોંધાતા માર્ગો પર લોકોની અવરજવર વધુ દેખાઈ હતી.
કમોસમી વરસાદના કારણે ખેડુતોમાં ચિંતા
થોડા દિવસ પહેલા જ હવામાન વિભાગ દ્વારાકમોસમી વરસાદની આગાહી (Unseasonal rainfall forecast by Meteorological Department) કરવામાં આવી હતી. ઉત્તર–પશ્ચિમ ભારતમાં સર્જાયેલા વિક્ષોભના કારણે આજે બુધવારથી શુક્રવાર સુધી કમોસમી વરસાદ પડવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે ખેડુતોમાં ચિંતાની લહેર પ્રસરી છે.
આગામી ત્રણેક દિવસ સુધી કચ્છ સહિત સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની
આગામી ત્રણેક દિવસ સુધી કચ્છ સહિત સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં 4થી 5 દિવસ દરમિયાન ઠંડીનું જોર ઘટવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
કચ્છના અમુક વિસ્તારોમાં ઝરમર વરસાદ
પશ્ચિમ કચ્છના નખત્રાણા,અબડાસા,લખપત તાલુકામાં ઝરમર વરસાદ વરસ્યો હતો. તો કમોસમી વરસાદના કારણે ખેડૂતો-માલધારીઓમાં ચિંતા ફેલાઈ ગઈ હતી અને માવઠાના કારણે ખેતીના ઉભા પાક અને ઘાસને નુકશાન પહોંચવાની ભીતી પણ ખેડૂતોમાં ફેલાઈ છે.આગાહી મુજબ કચ્છના વાતાવરણમાં પણ પલ્ટો જોવા મળ્યો હતો વહેલી સવારથી જ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું અને ઠંડા અને સૂકા પવન પણ અનુભવાઈ રહ્યા છે.