કચ્છ:ભુજના મોટા પીર જતાં રોડ પર આવેલ રેલ્વે બ્રિજ નીચે છેલ્લાં 3 વર્ષથી વરસાદમાં મોટી માત્રામાં પાણી ભરાઈ જતું હતું. જેના લીધે તે વિસ્તારમાં આવેલ વાહેદના પ્રાથમિક અને માધ્યમિક સ્કુલના વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી હતી.ઉપરાંત આસપાસ રહેતા સ્થાનિક લોકોને પણ આ સમસ્યા સતાવી રહી હતી. ત્યારે સ્કૂલના તંત્ર દ્વારા રેલ્વે તંત્રને અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ના હતી.
" ઘણા સમયથી રેલ્વે બ્રીજ નીચે ભરાતાં પાણીના કારણે સ્કૂલના વિદ્યાર્થીઓને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો અને અનેકવાર રજૂઆતો કર્યા છતાં પણ રેલ્વે તંત્ર દ્વારા કોઈ ચોક્કસ પગલાં ભરવામાં નતાં આવી રહ્યા જેને પગલે સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે આજે રેલ્વે બ્રીજ પર બેસીને વિરોધ કરવાનો આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ગત રાત્રિએ 11:30 વાગ્યાના અરસામાં રેલવે વિભાગ દ્વારા પાણી ઉલેચી લેવામાં આવ્યું હતું અને ત્યાં સંપ લગાવવામાં આવશે અને આ સમસ્યાનો નિકાલ લાવવામાં આવશે તેવી બાયધરી આપવામાં આવી હતી જેના પગલે વિરોધ પ્રદર્શનનો આયોજન રદ્દ કરવામાં આવ્યો હતો."-મોઈનબાવા સૈયદ, (ચેરમેન વાહેદના પ્રાથમિક અને માધ્યમિક સ્કુલ,ભુજ)
અનોખો વિરોધ: સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા અવાર-નવાર રેલ્વે તંત્રને રજુઆત કરવાં છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા તે બ્રીજ પર વાહેદના સ્કુલના વિદ્યાર્થીઓને બેસાડીને વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન વાહેદના સ્કુલ દ્વારા આજે સવારે 8 વાગ્યે કરવામાં આવ્યું હતું.જેમાં ધોરણ 1 થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓને રેલ્વે પાટા પર બેસાડી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવું મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
રેલ્વે બ્રીજ નીચે ભરાતાં પાણીના નિકાલ માટે સ્કૂલ દ્વારા કરાયેલ અનોખા વિરોધનો આયોજન કરાયો એકાએક રદ્દ " અમારા ધ્યાનમાં આ સમસ્યા આવતા અમારા દ્વારા પાણી ઉલેચી લેવામાં આવ્યું હતું અને સમસ્યા દૂર કરવામાં આવી છે.આગામી સમયમાં પણ કચ્છના કોઈ પણ રેલ્વે બ્રીજ પાસે આવી કોઈ સમસ્યા સર્જાશે તો અમારા દ્વારા સમયસર તેનો નિકાલ કરવામાં આવશે.આ તમામ કામગીરી અમારી જવાબદારી હેઠળ જ આવે છે જે અમે કરવા તત્પર છીએ." - આશિષ ધાનીયા, (ARM કચ્છ રેલ્વે)
રેલ્વે તંત્ર વચ્ચે થયું સમાધાન:આ ઉપરાંત જો આ વિરોધ પ્રદર્શનને ધ્યાને લેવામાં નહીં આવે અને રેલ્વે તંત્ર દ્વારા રેલ્વે બ્રીજ નીચે એકઠા થતાં પાણીની સમસ્યા દૂર કરવા માટે કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો બીજે દિવસે સ્કુલના તમામ વિદ્યાર્થીઓને રેલ્વે સ્ટેશન પર લઈ જઈ અને ત્યાં ભણતર આપવામાં આવશે તેવું પણ સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું.પરંતુ ગત રાત્રિએ રેલ્વે વિભાગ દ્વારા સ્કૂલના મેનેજમેન્ટ સાથે બેઠક કરવામાં આવી હતી અને સમસ્યા અંગે સમાધાન કરવામાં આવ્યું હતું.
- Kutch News: પંજાબથી હેરોઇન ડિલિવર કરવા આવેલ 5 આરોપીઓ ઝડપાયા, SOG અને LCB નું સફળ ઓપરેશન
- Kutch Crime News : ડ્રગ્સ લઈને જતી કારને રોકવા પોલીસને ફાયરિંગ કરવાની પડી ફરજ, પંજાબના પાંચેય આરોપીને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા