ગુજરાત

gujarat

ETV Bharat / state

માંડવીમાં ભાજપ દ્વારા અનોખો પ્રચાર, નાટક દ્વારા મતદારોને સમજાવી સરકારી યોજનાઓ - Mandvi BJP

વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે મતદારોને રીઝવવા માટે નવા નવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અનિરુદ્ધ દવે દ્રારા અનોખી રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે.જેમાં તેઓ ગરબો કરીને ગરબા દ્વારા મતદારને રીઝવવામાં માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેમાં તેઓ ભાજપ દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ સરકારી યોજનાઓ અંગે નાટક મારફતે મતદારોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

માંડવી ભાજપ દ્વારા અનોખો પ્રચાર, નાટક દ્વારા મતદારોની સમજાવી સરકારી યોજનાઓ
માંડવી ભાજપ દ્વારા અનોખો પ્રચાર, નાટક દ્વારા મતદારોની સમજાવી સરકારી યોજનાઓ

By

Published : Nov 18, 2022, 1:30 PM IST

કચ્છગુજરાત વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Assembly Election 2022) કાઉન્ટ ડાઉનશરૂ થઈ ચૂક્યું છે. ત્યારે તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. અને અવનવી રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. કચ્છની માંડવી વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર (Bharatiya Janata Party ) અનિરુદ્ધ દવેના પ્રચાર પ્રસારમાં ઠેર ઠેર વિકાસનો ગરબો કરીને ગરબા દ્વારા મતદારને રીઝવવામાં આવી રહ્યું છે. મતદારોની સમક્ષ નાટક રજૂ કરીને ભાજપ દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ સરકારી યોજનાઓ અને પરિવર્તનો અંગે લોકોને સમજાવવામાં આવી રહ્યું છે.

માંડવી ભાજપ દ્વારા અનોખો પ્રચાર, નાટક દ્વારા મતદારોની સમજાવી સરકારી યોજનાઓ

અનોખો પ્રચારમાંડવી વિધાનસભા બેઠક (Mandvi assembly seat) પર ભારતીય જનતા પાર્ટી દ્વારા અનોખો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાત તેમજ કેન્દ્ર સરકારની વિવિધ સરકારી યોજનાઓ અંગે લોકોને નાટક મારફતે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલ કાર્યોને ગરબા સ્વરૂપે ગરબાના ગીતના માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે.

સરકારી યોજનાઓવિવિધ સરકારી યોજનાઓ સમજાવાય છે નાટક દ્વારા સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, અટલ પેન્શન યોજન અનુ.જનજાતિની કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરુ યોજના,આમ આદમી બીમા યોજના, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના વૃદ્ધ પેન્શન યોજના રાજ્ય સરકાર પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ,પ્રધાનમંત્રી જન-ધન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ,પ્રધાનમંત્રી મુદ્રા યોજના, બેટી વધાવો અભિયાન,મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના,માનવ ગરિમા યોજના ,આર્થીક ઉત્કર્સ માટે માનવ ગરિમા યોજના, વૃદ્ધ પેન્શન યોજના L,વ્યક્તિગત ધોરણે આવાસ માટે નાણાકીય સહાય,સંત સુરદાસ યોજના-વિકલાંગ પેન્શન યોજના,સુકન્યા સમૃદ્ધિ યોજના, સુરક્ષા બંધન યોજના વગેરે જેવી યોજનાઓ નાટકના સ્વરૂપે રજૂ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details