- કેન્દ્રીય જહાજ, બંદરો અને જળમાર્ગ પ્રધાન સર્બાનંદ સોનોવાલ કચ્છના પ્રવાસે
- કંડલા, તુણા, માંડવી બંદરની મુલાકાત લઈને સમીક્ષા કરશે
- જુદાં જુદાં પોર્ટ અને જેટીનું નિરીક્ષણ કરવામાં આવશે
કચ્છ: કેન્દ્રીય જહાજ, બંદરો અને જળમાર્ગ પ્રધાન સર્બાનંદ સોનોવાલ દેશના મહાબંદર દિન દયાળ પોર્ટ કંડલા (ગુજરાત)ની મુલાકાતે આજે સોમવારે આવી પહોંચ્યા હતા. એ સમયે એરપોર્ટ ઉપર સાંસદ વિનોદ ચાવડા અને પોર્ટ ચેરમેન એસ.કે. મહેતાએ તેમને આવકાર્યા હતા. ત્યાર બાદ કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનોવાલે દિનદયાળ પોર્ટ ટ્રસ્ટના સ્ટેક હોલ્ડર્સ સાથે મુલાકાત કરી હતી.
કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનોવાલ ત્રણ દિવસ કચ્છની મુલાકાતે, બંદરોની સુવિધા અને વિકાસ કાર્યોનું કરશે નિરીક્ષણ દિનદયાળ પોર્ટના જુદાં જુદાં પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી
આ મુલાકાત દરમિયાન દિનદયાળ પોર્ટના ચેરમેન એસ.કે. મહેતાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા અને ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની હાજરીમાં પોર્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, ટ્રાફિક અંદાજો, મેગા પોર્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સના પ્રોગ્રેસ અંગેનો પ્રેઝન્ટેશન આપ્યો હતો અને તે અંગે કેન્દ્રીય પ્રધાને સમીક્ષા કરી હતી.
વડાપ્રધાન મોદી દ્વારા લોન્ચ થયેલ ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનનો ઉલ્લેખ કર્યો
દીનદયાલ પોર્ટ ટ્રસ્ટના વેપાર ભાગીદારોને સંબોધતા કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગો અને આયુષ પ્રધાન સર્બાનંદ સોનોવાલે પોર્ટ-લીડ વિકાસ અને મહત્વના માળખાના નિર્માણના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને તાજેતરમાં વડાપ્રધાન મોદી દ્વારા ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન લોન્ચ કરવામાં આવ્યો હતો તેનો ઉલ્લેખ પણ કર્યો હતો. ગતિશક્તિ કાર્યક્રમની પ્રસ્તાવિત યોજનામાં, એક જ પ્લેટફોર્મમાં મલ્ટીમોડલ કનેક્ટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે તમામ હાલના અને પ્રસ્તાવિત આર્થિક ઝોનને મેપ કરવામાં આવ્યા છે. વિવિધ યોજના મંત્રાલયોના વ્યક્તિગત પ્રોજેક્ટ્સની ચકાસણી કરવામાં આવશે અને ભવિષ્યમાં એકંદર યોજનાના પરિમાણો હેઠળ મંજૂરી આપવામાં આવશે, જે પ્રયત્નોના સુમેળ તરફ દોરી જશે. ગતિ શક્તિ ભારતમાં વર્લ્ડ ક્લાસ, સીમલેસ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ નેટવર્ક બનાવવા માટે સિનર્જી લાવશે.
કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનોવાલ ત્રણ દિવસ કચ્છની મુલાકાતે, બંદરોની સુવિધા અને વિકાસ કાર્યોનું કરશે નિરીક્ષણ નેશનલ માસ્ટર પ્લાન અંગે માહિતી અપાઇ
નેશનલ માસ્ટર પ્લાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સંકલિત આયોજન માટે આધુનિક ટેકનોલોજી અને નવીનતમ IT સાધનોનો ઉપયોગ કરશે. GIS- આધારિત એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ સિસ્ટમ 200થી વધારે સ્તરો સાથે પુરાવા આધારિત નિર્ણય લેવા માટે એક ઉદાહરણ છે. મોનીટરીંગ માટે સેટેલાઈટ ઈમેજરીનો ઉપયોગ બીજો છે. સમયસર મંજૂરીઓ અને સંભવિત મુદ્દાઓને ચિહ્નિત કરવામાં અને પ્રોજેક્ટ મોનિટરિંગમાં ડિજિટાઇઝેશન મોટી ભૂમિકા ભજવશે.
માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે વિવિધ પ્રયાસો પર પ્રકાશ પડાયો
કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનોવાલે વેપાર દ્વારા અવાજ ઉઠાવતા વિવિધ મુદ્દાઓને વધુ સંબોધતા જણાવ્યું હતું કે, પોર્ટ ઓપરેશન સાથે સંકળાયેલી વિવિધ એજન્સીઓ તેમજ લોજિસ્ટિક્સ ચેઇનની અન્ય કડીઓ વચ્ચે અસરકારક ભાગીદારી પર ભાર મૂકવો જોઈએ. MoSPW ના માર્ગદર્શન હેઠળ જહાજોના ટર્ન-અરાઉન્ડ ટાઈમ (TAT) ઘટાડવા અને ઈ-દૃષ્ટિ જેવા પ્રોજેક્ટ્સના અમલીકરણ જેવા વિવિધ પગલાઓને ધ્યાનમાં રાખીને દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે લીધેલા વિવિધ પ્રયાસો પર પણ પ્રકાશ પાડ્યો હતો. RFID આધારિત એક્સેસ કંટ્રોલ સિસ્ટમ, ક્લાઉડ આધારિત ERP નું અમલીકરણ જે DPT દ્વારા Ease of Doing Business (EoDB) ના લક્ષ્યને હાંસલ કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનોવાલ ત્રણ દિવસ કચ્છની મુલાકાતે, બંદરોની સુવિધા અને વિકાસ કાર્યોનું કરશે નિરીક્ષણ જુદાં જુદાં બંદરે અને જેટીએ નિરીક્ષણ કરવામાં આવશે
કેન્દ્રીય પ્રધાન 19મીએ ઓઈલ હેન્ડલીંગની ક્ષમતા વધારવા અર્થે પાઈપલાઇન નેટવર્કિંગના કામનું તથા ઓઈલ જેટી નંબર 8 ખાતે વિકાસના બાંધકામનું તથા કાર્ગો જેટીમાં સ્ટોરેજ ડોમ અને પાર્કિંગ પ્લાઝાના વિકાસનું ખાતમૂહૂર્ત કરશે. બંદર પરની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ તેમજ કાર્ગો જેટી નંબર 16ની મુલાકાત લેશે અને ત્યાર બાદ કંડલા ખાતે VTMS સુવિધાનું નિરીક્ષણ કરશે. તેમજ મીઠાના અગર ખાતે અગરિયાઓની મીઠા પકવાની સુવિધાઓ નિહાળશે અને ત્યાંથી તુણા બંદર પર વિવિધ સુવિધાનું નિરીક્ષણ કરશે. 20મીએ માંડવી મુકામે રાવલપીર લાઇટહાઉસનું ઉદઘાટન કર્યા બાદ શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલની મુલાકાત લેશે.
આ પણ વાંચો : 2016માં થયેલા ડબલ મર્ડર કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગણી સાથે થયેલી અરજીને હાઇકોર્ટે ફગાવી
આ પણ વાંચો :SUV PUNCH launch : 5.49 લાખથી શરૂ થતી કારના જાણો ફિચર્સ