કચ્છ:ગાંધીધામમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કંડલા ઇફ્કોના નેનો DAP પ્લાન્ટનું ભૂમિ પૂજન કર્યુ હતું. તેમણે પ્લાન્ટ લગાવવા માટે ઇફ્કોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે નેનો DAPના કારણે ખેડૂતોની જમીનને બિલકુલ નુકસાન નહીં થાય. ભારત વિશ્વને પ્રાકૃતિક ખેતીનો રસ્તો બતાવશે. ત્યારબાદ અમિત શાહે કોટેશ્વરમાં 275 કરોડના ખર્ચે 60 એકરમાં ઊભું કરવામાં આવનાર બીએસએફના મૂરીંગ પ્લેસનું ભૂમિપૂજન કર્યું હતું.
વિદેશોમાં નિકાસ કરવાનું લક્ષ્ય:કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંબોધન કરતાં જણાવ્યું કે આ પ્લાન્ટ થકી વિદેશોમાં પણ વિવિધ પેદાશોની નિકાસ કરવાનું લક્ષ્ય છે. 6 કરોડની DAPની બોટલ વિદેશથી કરવી પડતી અનાજની આયાતને ઘટાડી દેશે. હવે ઘઉં ચોખા વિદેશથી લાવવાની જરુર નથી. હવે દેશભરના ખેડૂતોને સમૃદ્ધ કરવાનું લક્ષ્ય છે.
રિંગ પ્લેસ બની જતા ક્રિક એરિયામાં પેટ્રોલિંગ સરળ બનશે
પાકની ઉપજ વધશે: અમિત શાહે જણાવ્યુ કે આજે અન્ય ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર બન્યું છે. PM મોદીના નેતૃત્વમાં દેશને હરીત ક્રાંતિની જરુર છે. જો કે આ હરીત ક્રાંતિ અલગ પ્રકારની હશે. તેનું લક્ષ્ય માત્ર ઉત્પાદન નથી. દુનિયાભરને પ્રાકૃતિક ખેતીનો રસ્તો ભારતે બતાવવાનો છે. નેનો DAP છોડના મૂળ સુધી ઉતરતુ નથી અને છોડના ઉપરના પરત સુધી જ રહે છે. તેનાથી પાણી પણ પ્રદૂષિત નહીં થાય અને ઉપજ પણ વધશે. સરકારની સબસિડીનો બોજો પણ ઓછો કરશે.
" 60 એકર જમીનમાં બે વર્ષમાં કામ પૂરું થવાની ધારણા છે.જેમાં શીપ યાર્ડ,શિપ રિપ્લેસમેન્ટ,મેઇન્ટેન્સની સુવિધા સાથે 170 જવાનો રહી શકે તેટલી ક્ષમતાનો સ્ટાફ ક્વાર્ટસ,હોસ્પિટલ,તાલીમ સેન્ટર,પેટ્રોલપમ્પ, સ્વિમિંગ પૂલ સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવનાર છે.આ પ્રોજેકટ થકી જવાનોને ક્રિક વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં સરળતા રહેશે.દેશમાં આ પ્રકારે પ્રથમ પ્રોજેકટ હાથ ધરાયો છે.જેમાં 120 મીટર લાંબી જેટીમાં 6 વેસલ પાર્ક થઈ શકશે. મુરિંગ પ્લેસ બની જતા ક્રિક એરિયામાં પેટ્રોલિંગ સરળ બનશે." - અજય અગ્રવાલ, ઈજનેર, સીપીડબ્લ્યુ વિભાગ, કેન્દ્ર સરકાર
257 કરોડના પ્રોજેક્ટનું ભૂમિપૂજન: કચ્છના સંવેદનશીલ ક્રીક વિસ્તારમાં બીએસએફની વોટરવિંગ દ્વારા કોટેશ્વર ખાતે મુરિંગ પ્લેસ બનાવવામાં આવનાર છે. 275 કરોડના ખર્ચે 60 એકરમાં ઊભું કરવામાં આવનાર બીએસએફના મૂરીંગ પ્લેસનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ભૂમિપૂજન કર્યું હતું. આગામી બે વર્ષમાં પ્રોજેક્ટનું કામ પૂર્ણ થઈ જાય તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી છે.
મૂરીંગ પ્લેસની વિશેષતાઓ:અમિત શાહે મૂરીંગ પ્લેસની વિશેષતાઓ જણાવતાં કહ્યું કે આ યુનિટ હરામીનાળાથી ગુજરાતની તમામ બોર્ડર સુધી કામ કરી રહેલી વોટર વિંગને ઉપયોગી થશે. 28 કિલોમીટર લાંબો 101 કરોડના ખર્ચે ચિડિયા મોડથી ભેડિયા બેટ સુધી રીંગ રોડ બનાવવામાં આવ્યો. ભારત પાકિસ્તાન બટવારામાં બીએસએફને પાકિસ્તાન અને બાંગ્લાદેશ બોર્ડરની જવાબદારી મળી. બીએસએફની ચુસ્તતા પાકિસ્તાન અને બાંગ્લાદેશની બોર્ડરને અનુરૂપ છે અને સક્ષમ પણ છે. ભારતમાં જલ થલ આકાશ ત્રણેય માર્ગનું કાર્ય કરવાનું સામર્થ્ય બીએસએફના જવાનોમાં છે. -43 ડિગ્રી +43 ડિગ્રી સુધી બીએસએફના જવાનો દેશની સુરક્ષા કરે છે. દુર્ગમ ક્ષેત્રમાં બીએસએફના જવાનોએ પરિસ્થિતિને નથી જોયું માત્ર દુશ્મન પર નજર રાખીને દેશની સુરક્ષા કરી છે
- Rahul Gandhi leaves for Wayanad: રાહુલ ગાંધી વાયનાડ જવા રવાના, તુઘલક લેન બંગલો ફરીથી ફાળવવામાં આવ્યો- સૂત્રો
- Monsoon Session: આઈપીસી પર રજૂ થયેલું નવું બિલ રાજદ્રોહના ગુનાને સંપૂર્ણ રીતે ખતમ કરશેઃ અમિત શાહ
- Rahul slams pm modi : મણિપુર મહિનાઓથી સળગી રહ્યું છે, પીએમ માટે સંસદમાં સ્મિત સાથે જવાબ આપવો અશિષ્ટ છે : રાહુલ ગાંધી
(ANI)