ગુજરાત

gujarat

ETV Bharat / state

ભૂજ નજીક મળેલું અજ્ઞાત બાળક જી.કે.ના તબીબોની મહેનત બાદ તંદુરસ્ત, ઉછેર માટે મહિલા કલ્યાણ કેન્દ્રને અર્પણ - મહિલા કલ્યાણ કેન્દ્રને અર્પણ

ભુજ તાલુકાના કુકમાં ગામની નજીક ધૂળમાં આળોટતું ‘ધૂલ કા ફૂલ’ મળી આવતા ગામના સરપંચે અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટ્લમાં રિફર કરવામાં આવ્યુ હતું. સંપૂર્ણ સારવાર અને માવજતના અંતે એ અજ્ઞાત બાળક સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા બાદ ભુજ સ્થિત મહિલા કલ્યાણ કેન્દ્રને બાળકના ઉછેર માટે અર્પણ કરવામાં આવ્યું છે.

ભૂજ નજીક મળેલું અજ્ઞાત બાળક જી.કે.ના તબીબોની મહેનત બાદ તંદુરસ્ત, ઉછેર માટે મહિલા કલ્યાણ કેન્દ્રને અર્પણ
ભૂજ નજીક મળેલું અજ્ઞાત બાળક જી.કે.ના તબીબોની મહેનત બાદ તંદુરસ્ત, ઉછેર માટે મહિલા કલ્યાણ કેન્દ્રને અર્પણ

By

Published : Dec 17, 2020, 6:27 PM IST

  • જી.કે.માં ‘ધૂલ કા ફૂલ’ સ્વસ્થ થતા ઉછર માટે સુપરત કરાયું
  • માસુમ જીનને ન્યુમોનિયા થતા એક બોટલ લોહી અપાયું
  • તબીબોની મહેનત રંગ લાવી, માસુમને મળ્યુ નવજીવન
  • કચરાના ડબામાંથી મળ્યું હતું માસુમ

ભુજઃ ગયા મહિનાના અંતિમ અઠવાડિયામાં ભુજથી 10 કિમી દૂર આવેલા કુકમાંની નજીક તાજુ જન્મેલું બાળક રેતી અને કચરામાં નિસહાય હાલતમાં મળી આવતા ગામના સરપંચ મારફતે જી.કે.માં દાખલ કરાતા બાળરોગ વિભાગના વડા ડો. હસમુખ ચૌહાણના માર્ગદર્શન તળે તબીબો અને નર્સિંગ સ્ટાફે તાબડતોબ સારવાર સાથે આખી બોડીનું એક્ષ-રે અને લોહીની તપાસણી શરૂ કરી સારવારનો પ્રારંભ કર્યો અને ઓક્સીજન ઓછું જાણતા તે પણ આપવાનું શરૂ કર્યું.

માસુમને થઈ ગયો ન્યુમોનિયા

સિની.રેસિ. ડો. મુકુંદ વાજાના જણાવ્યા અનુસાર સારવાર દરમિયાન ચોથા દિવસે અજ્ઞાત બાળકને એકાએક ન્યુમોનિયા થઈ જતા સતત આઠ દિવસ સુધી C-PAP(શ્વાસોછવાસ માટેનું નાનું મશીન) ઉપર રાખી બોડીના ઓક્સીજનનું સ્તર કાબુમાં કરી દેવામાં આવ્યું, તે દરમિયાન બ્લડ ટેસ્ટના આધારે જરૂરી એક યુનિટ લોહી પણ ચડાવી દેતા એ બાળકના હૃદય અને ફેફસા નિયંત્રિત થઈ જતા બાળક દૂધ પીતું થયું અને ભયમુક્ત બની ગયુ છે. સ્વસ્થ બનેલા બાળકના તમામ અંગો કામ કરતા થઈ ગયા બાદ મગજની સોનોગ્રાફી અને આંખ તથા કાનની શક્તિ ચકસ્યા બાદ બાળક યોગ્ય જગ્યાએ ઉછેર માટે લાયક બની જતા જી.કે.ના તબીબોએ મહિલા કલ્યાણ કેન્દ્રને સુપરત કર્યું હતું.

ભૂજ નજીક મળેલું અજ્ઞાત બાળક જી.કે.ના તબીબોની મહેનત બાદ તંદુરસ્ત, ઉછેર માટે મહિલા કલ્યાણ કેન્દ્રને અર્પણ

મહિલા કલ્યાણ કેન્દ્ર્ના અવનીબેન જેઠી અને કોકિલાબેને બાળકને સ્વીકાર્યું

આ પ્રસંગે બાળરોગ વિભાગના વડા ડો.હસમુખ ચૌહાણ, બાળરોગના નિષ્ણાંત અને પ્રો.રેખા થડાણી સીની.રેસિ. ડોક્ટર મુકુંદ વાજા સહિત ઉપસ્થિત રહ્યા હતા. તમામ રેસિ. ડોક્ટર તથા નર્સિંગ સ્ટાફે જહેમત લીધી હતી. મહિલા કલ્યાણ કેન્દ્ર્ના અવનીબેન જેઠી અને કોકિલાબેને બાળકને સ્વીકાર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details