કચ્છ- કહેવાય છે કે સૌથી ચાલાક પક્ષી હોય તો તે કાગડો છે જે ક્યારેય કોઈ પર વિશ્વાસ કરતો નથી. તેમાય ખાસ કરીને માનવજાત પર તેનો જરાય વિશ્વાસ હોતો નથી. પરંતુ પશુ અથવા પક્ષીને તમારી હકારાત્મક ઊર્જાથી પ્રેમ અને વિશ્વાસ સંપાદન કરાવી શકો તો તે આંખ મીચીને તમારા પર ભરોસો કરે છે. પિતૃઓના સ્વરૂપમાં આવતા કાગડા છેલ્લા 22 વર્ષથી એસટીના નિવૃત્ત કર્મચારી ડાહ્યાલાલ ખત્રીના (Crow Lover Dayalal Khatri) હાથમાં બેસીને ભોજન આરોગે (Unique bird service) છે. અનોખા કાગડાપ્રેમી ડાયાલાલ ખત્રી અનોખી પક્ષી સેવા કરવાના લીધે જાણીતાં (Ultimate Crow Lover in Kutch) પણ છે.
દોઢ કિલોમીટર ચાલીને આવે છે -ભુજના સંસ્કારનગર ખાતે રહેતા 82 વર્ષીય ડાયાલાલ ખત્રી દ(Crow Lover Dayalal Khatri) રરોજ સવારે દોઢ કિલોમીટર ચાલીને (Ultimate Crow Lover in Kutch)શહેરના ખેંગારપાર્ક આવે છે. જ્યાં પહોંચતા જ કાકાનું કાગડાઓ કાંઉ કાંઉના અવાજ સાથે જોરદાર સ્વાગત કરે છે. કારણ કે કાકા દરરોજ કાગડાઓ માટે સેવ, મમરા અને ગાંઠિયાનો નાસ્તો લાવે છે.તેમની કાગડાઓ સાથે દોસ્તી ( friendship with crows ) જોઇ લોકો આશ્ચર્યચકિત રહી જાય છે. પક્ષીઓમાં સૌથી ચતુર અને કોઈનો પણ વિશ્વાસ ન કરતા કાગડાઓ ભુજના કાકા સાથે ગાઢ મિત્રતા ધરાવે છે. કાકાની આસપાસ બેસી લાવેલો નાસ્તો નિશ્ચિતપણે આરોગે છે.
82 વર્ષના કાકાની કાગડાઓ સાથે ગાઢ મિત્રતા-જોઈને આશ્ચર્યચકિત (Ultimate Crow Lover in Kutch) થઈ જવાય પરંતુ ડાહ્યાલાલના આવવાના સમયથી એક પછી એક કાગડાઓ ચક્કર લગાવવાનું શરૂ કરી દે છે. તેઓ આવે (Crow Lover Dayalal Khatri) એટલે તેમના બેસવાની નિશ્ચિત જગ્યાની આસપાસ કાંઉ કાંઉનો શોર શરૂ થઈ જાય છે. તેઓ બાંકડા પર બેસે એટલે જાણે કે ખાસ દિવાન-એ-કાગ ( friendship with crows ) ભરાયો હોય તેમ સભા શરૂ થઈ જાય છે. જે સવારના 10થી 10:30 વાગ્યા સુધી કાગડાઓ નાસ્તો કરવા આવે છે. તેમના એક જ અવાજે અનેક પક્ષીઓ બેન્ચ પર આવી આસપાસ મંડરાઈ જાય છે અને મોજથી નાસ્તો આરોગે છે તો કોઈ ચાગલા કાગડાઓ માત્ર તેમના (Crow Lover Dayalal Khatri) હાથ પર બેસીને જ આરોગવાનો આગ્રહ રાખતા હોય છે.
આ પણ વાંચોઃ એવો પરીવાર જેમનો ઘરનો સભ્ય છે એક કાગડો