ભુજઃ કચ્છમાં કોરોનાના જંગમાં સપડાયેલા છ લોકો પૈકી વધુ બે લોકોએ કોરોના માત આપી છે. આ બે દર્દીઓને સારવાર કરનારા તમામ લોકોએ હર્ષ સાથે હોસ્પિટલમાંથી વિદાય આપી હતી. ભૂજના માધાપરની ક્રિષ્નાપાર્ક સોસાયટીની 27 વર્ષીય પરિણીત યુવતી અને કોટડા મઢ ગામના 62 વર્ષીય અબ્દ્રેમાન રાયમાએ વિદાય થવા સમયે હોસ્પિટલમાં સેવા ચાકરી કરનારા તમામ લોકોનો આભાર વ્યક્ત હતો. માધાપરની યુવતીનો આભારપત્ર લખ્યો છે. જેમાં તે ભાવુક બની ગઈ હતી.
જિલ્લા આરોગ્ય તંત્ર સતાવાર રીતે આપેલા પત્રની કોપી વાંચતા એક બાબત સ્પષ્ટ થઈ રહી છે કે, માધાપરના એક પરિવાર ત્રણ લોકો કોરોના મહામારીમાં સપડાયા બાદ ઘરના મોભી એવા (સસરા) વૃદ્ધનું મોત થયું હતું, જ્યારે અન્ય મહિલા એવા વૃદ્ધ સાસુને 5 દિવસ અગાઉ રજા અપાઈ હતી. આ યુવતીએ પોતાના આભારપત્રમાં લખ્યું હતું કે, મમ્મીજીને સારા કરી દીધા છે, હવે પપ્પાજીને પણ સાજા કરી ઘરે મોકલી આપજો.
કચ્છમાં 2 લોકોએ કોરોનાને આપી માત, વાંચો સાજી થયેલી યુવતીનો હદયસ્પર્શી સંદેશ...
કચ્છમાં કોરોનાના જંગમાં સપડાયેલા છ લોકો પૈકી વધુ બે લોકોએ કોરોના માત આપી છે. આ બે દર્દીઓને સારવાર કરનારા તમામ લોકોએ હર્ષ સાથે હોસ્પિટલમાંથી વિદાય આપી હતી. ભુજના માધાપરની ક્રિષ્નાપાર્ક સોસાયટીની 27 વર્ષીય પરિણીત યુવતી અને કોટડા મઢ ગામના 62 વર્ષીય અબ્દ્રેમાન રાયમાએ વિદાય થવા સમયે હોસ્પિટલમાં સેવા ચાકરી કરનારા તમામ લોકોનો આભાર વ્યક્ત હતો.
માધાપરની આ યુવતીએ પત્રની શરૂઆતમાં જ લખ્યું છે, 'Thank you all of you for supporting and give a good caring courage બધાનો ખૂબ ખૂબ આભાર. બધાએ બહુ જ સારી રીતે એક એક વાતનું ધ્યાન રાખ્યું. સતત અમારા માટે હાજર રહ્યાં અને અમને આ બિમારીમાંથી મુક્ત કરાવ્યાં. અમે જે કાંઈ કહ્યું એ અમારા માટે હાજર કરવું, આવું તો ઘરે પણ ન મળે. થેન્ક યુ. પેલા કરિશ્મા મેડમે (સાઈકીયાટ્રીસ્ટ) બહુ જ હિંમત આપી અને જુસ્સો વધાર્યો. એનાથી મેન્ટલી અને ફિઝીકલી અફેક્ટ થયા. બધાએ ખૂબ જ મદદ કરી, નર્સ, સિસ્ટર્સ, બ્રધર્સ, ડૉક્ટર્સ બધાનો પૂરા દિલથી આભાર માનું છું. જય હિન્દ, વન્દે માતરમ્. Again Thank You'
અન્ય એક પત્રમાં તેણીએ લખ્યું છે કે, 'All Staff is very nice hearted બધા જ બહુ જ મસ્ત રીતે વાતો કરતા હતા. બધા બહુ જ કહેતા રડ નઈં.. રડ નઈં..તને 2 દિવસમાં અહીંથી ભગાડવી જ છે, એ સાચું પડ્યું. બધાના આશીર્વાદ અને હોપથી, થેન્ક યુ. ડાયેટીશીયન તમે અમારા માટે જમવાનું, શરબત, ઉકાળા, નાસ્તા, ફ્રૂટ બધાની બહુ જ સારી જવાબદારી નિભાવી. બધાનો ઉપકાર ક્યારેય નહીં ભુલૂ. થેન્ક યુ. You all r god for us. બસ અમારામાં થોડા પેશન્સની જરૂર હોય છે. બસ જલ્દીથી હવે તમે મારા પપ્પાજીને સાજા કરીને ઘરે મોકલી આપો. કોઈ રહી ગયા હોય તો સૉરી. અગેઈન થેન્ક યુ ઑલ.' આ ભાવુક પત્ર સોશિયલ મિડિયામાં પણ ખુબ વાયરલ થઈ રહ્યો છે.
બીજી તરફ લખપતન તાલુકના કોટડા મઢના 62 વર્ષીય અબ્દ્રેમાન રાયમાને પણ હોસ્પિટલમાંથી રજા આપી ત્યારે તેણે પણ આભારની લાગણી વ્યક્ત કરીને વ્યસનોથી દૂર થવાનું વચન આપ્યુ હતું. ભુજ સિવિલ સર્જન ડૉ. કશ્યપ બુચ સહિત હોસ્પિટલના સ્ટાફે તાળીઓ વગાડી તેમનું અભિવાદન કર્યું હતું. તબીબોએ આ વૃધ્ધને આગામી બે-ત્રણ મહિના તબીયતનું ધ્યાન રાખવા,સહિતના સલાહ-સૂચન આપ્યાં હતા.