કચ્છ : વર્ષો પહેલાં પોલિયોના અનેક કેસો નોંધાયા હતા. પોલિયોના રોગ પ્રદૂષિત પાણીથી થતા હોય છે અને જે ઇન્ફેક્ટેડ બાળકોમાં હોય છે. તેમના મળ માર્ગ દ્વારા આ પોલિયો રોગ બીજા બાળકોને સંક્રમિત થતું હોય છે. સામાન્ય રીતે 0 થી 5 વર્ષના બાળકોમાં આ રોગ જોવા મળતો હોય છે. ભારતમાં છેલ્લે 2011 માં પોલિયોના કેસ જોવા મળ્યા હતાં. આમ તો વિશ્વમાં પોલિયોની નાબુદી (Polio Eradication in Gujarat) થઈ ગઈ છે, પણ ભારતના પાડોશી દેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન હજી પણ પોલિયોના કેસ જોવા મળે છે.
કચ્છ જિલ્લામાં છેલ્લે 2007માં પોલિયોનો કેસ નોંધાયો હતો
પાકિસ્તાનમાં 2020માં 84 અને અફઘાનિસ્તાનમાં 56 જ્યારે 2021માં પાકિસ્તાનમાં 1 કેસ અને અફઘાનિસ્તાનમાં પોલિયોના 4 કેસ જોવા મળ્યા હતા. કચ્છ જિલ્લામાં છેલ્લે 2007માં ખાવડા વિસ્તારમાં પોલિયોનો કેસ જોવા મળ્યો હતો. જેથી પલ્સ પોલિયો અભિયાન (Pulse Polio Campaign in Kutch) ચાલુ કરવામાં આવ્યું છે.
બાળકોને પોલીયોના ટીપાં પીવડાવવામાં આવશે
અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર કિન્નરે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા 0 થી 5 વર્ષના 3,13,608 બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવશે. વાલીઓએ પોતાના 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવે તે માટે અનુરોધ છે.
394 બુથ પર 2788 ટીમ કાર્યરત રહેશે
આ પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત કચ્છ આરોગ્ય વિભાગ (Kutch Health Department) દ્વારા પોલિયોની કામગીરી માટે 394 બુથ પર 2788 ટીમ કાર્યરત રહેશે. એક બુથ પર બે ટીમમાં 4 જણાને ડ્યુટી અપાઈ છે. 249 મોબાઈલ ટીમ સાથે ઘરે ઘરે જવા માટે 69 ટીમ રખાઈ છે. રવિવારની ડ્રાઇવ પત્યા બાદ સોમવાર અને મંગળવારે આ ટીમો ઘરે ઘરે ફરશે અને 5 વર્ષથી ઓછી ઉંમરનું બાળક કે જેને ડોઝ ન લીધા હોય તો તેને રસી (Children will be Vaccinated Against Polio in Kutch) આપવામાં આવશે.