ભુજમાં RTO પરિવારના યુવાનનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જેના 1 ડિસેમ્બરે લગ્ન થવાના હતા. ત્રણ બહેના વચ્ચે એક ભાઈના મોત થયા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી હતી. જિલ્લાના આરોગ્ય વિભાગ પાસે માહિતની મેળવતા જાણવા મળ્યું કે, મુખ્ય આરોગ્ય અધિકારી વર્કશોપમાં ગયા છે. કર્મચારીઓ કચેરીઓમાં ટહેલતા જોવા મળ્યા હતા. મુખ્ય અધિકારીએ ડેન્ગ્યુ જેવા ગંભીર રોગની ખાનગી હોસ્પિટલમાં લોકો સારવાર લઇ રહ્યાં છે. ના બરાબર આરોગ્ય વિભાગે ફોમિંગની કામગીરી હાથ ધરી હતી.
કચ્છ રોગચાળાના ભરડામાં, ડેન્ગ્યુથી 2ના મોત - gujarat health department
ભુજ: જિલ્લામાં ડેન્ગ્યુના કારણે 2 યુવાનનું મોત થયું છે. કચ્છ જિલ્લાના વાગડમાં એક યુવાનનું મોત નિપજ્યું હતું. ત્યારે આરોગ્ય વિભાગની કાર્યવાહી સામે પશ્નો ઉભા થયો છે.
કચ્છ
ભાજપના સત્તાધિશો સમાજની સાથે રાખીને નિદાન કેમ્પ યોજવાનું આયોજન કર્યું હતું. જે ખાલી નામ પુરતો સાબિત થયો છે. બે ચાર કેમ્પ યોજાયા બાદ આ કામ બંધ થયું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખના પરિવારમાં પણ ડેન્ગ્યુ થયો છે. જો કે, આ બાબતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક કરતા ન હતો થયો.
ઉલ્લેખનીય છે કે, ગતિશીલ ગુજરાત રોગચાળાના ભરડામાં છે. અલગ અલગ વિસ્તારમાં ડેન્ગ્યુના કેસ નોંધાઇ રહ્યાં છે. પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય પગલા લેવામાં આવતા નથી.