ગુજરાત

gujarat

ETV Bharat / state

ભચાઉ નજીક નર્મદા કેનાલમાં ડુબી જતાં બે બાળકના મોત - Rakesh Kotwal

કચ્છઃ ભચાઉ-દુધઈ રોડ પર લોધેશ્વર નજીક નર્મદા કેનાલના પમ્પિંગ સ્ટેશન પાસે બે કિશોરો ડૂબી જતાંના મોત નીપજતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. પમ્પિંગ સ્ટેશનથી અંદાજે 500-700 મીટર દૂર આ બનાવ બન્યો હતો અને કેનાલમાં અંદાજે દોઢથી બે મીટર પાણી ભરેલું હતું.

Narmada Canal

By

Published : Jul 20, 2019, 10:15 PM IST

આ ઘટનામાં ભોગ બનનાર મૃતક સદાન ફિરોઝ શેખ ઉમર 15 વર્ષ અને રવિ રમેશભાઈ વાલ્મિકી ઉંમર 12 વર્ષ બંને કેનાલમાં ન્હાવા પડ્યા હતા. તે દરમિયાન એકાએક પાણીમાં ગરકાવ થઈ જતાં આસપાસના લોકોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. પમ્પિંગ સ્ટેશનથી અંદાજે 500-700 મીટર દૂર આ બનાવ બન્યો હતો. કેનાલમાં અંદાજે દોઢથી બે મીટર પાણી ભરેલું હતું.

1 વાગ્યાના અરસામાં આ ઘટના અંગે કચ્છ બ્રાન્ચ કેનાલની કેચરીમાં જાણ થતાં કેનાલના ગેટ બંધ કરી દઈ પાણીનો પ્રવાહ ઓછો કરી દેવાયો હતો. બાદમાં બંને બાળકોના મૃતદેહ મળી આવ્યાં હતાં. બંને બાળકો નજીકમાં રહેતા શ્રમજીવી પરિવારના હોવાનું જાણવા મળ્યું હતું. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભચાઉ સરકારી હોસ્પિટલે મોકલવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details