ગુજરાત

gujarat

ETV Bharat / state

દોલતપરમાં વીજ શોક લાગતા બે બાળકોનું થયું મોત - electric shock

લખપત તાલુકાના દોલતપર ગામે એક ખેતરમાંથી પસાર થતી વીજલાઈનમાંથી બે બાળકોને વિદ્યુત આંચકો લાગતા મોત થયું હતું. બનાવને પગલે દયાપર પોલીસ મથકે આકસ્મિક મોતનો મામલો દાખલ થયો હતો.

વીજલાઈનમાંથી બે બાળકોને વિદ્યુત આંચકો લાગતા થયું મોત
વીજલાઈનમાંથી બે બાળકોને વિદ્યુત આંચકો લાગતા થયું મોત

By

Published : May 28, 2021, 10:09 AM IST

  • વીજલાઈનમાંથી બે બાળકોને વિદ્યુત આંચકો લાગતા થયું મોત
  • એકની ઉંમર 11 વર્ષ જ્યારે બીજાની ઉંમર 12 વર્ષ
  • ખેતકમાં વીજલાઈનને કારણે ઝાડ મારફતે વિદ્યુત આંચકો લાગતા બન્યો બનાવ

કચ્છ:દયાપર પોલીસ મથકેથી મળેલી વિગતો મુજબ દોલતપર ગામે વાડી વિસ્તારમાં આવેલા એક ખેતરમાં આ કરૂણ બનાવ બન્યો હતો. ખેતરમાં ઝાડ નીચે બાળકો રમતા હતા. તેની ઉપરથી વીજલાઈન પસાર થતી હતી. આ વીજલાઈનને કારણે ઝાડ મારફતે બે બાળકોને વિદ્યુત કરંટ લાગતા બન્ને માસૂમોનું મોત થયું હતું.

દયાપર પોલીસ મથક

આ પણ વાંચો:ભરૂચના દાંડિયા બજારમાં 2 પુત્રો અને માતાને કરંટ લાગ્યો, 1 પુત્રનું મોત

પોલીસે આકસ્મિક મોતનો બનાવ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી

પોલીસે આપેલી વિગતો મુજબ આ બનાવમાં 12 વર્ષિય જયેશ પ્રેમજી કોલી અને 11 વર્ષિય નૈતિક દયારામ કોલીનું મોત થયું હતું. ભરબપોરે બે વાગ્યાના અરસામાં આ કરૂણ બનાવ બન્યો હતો. ઘટનાને પગલે બાળકોના વાલીઓએ બાળકોને તાત્કાલિક દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતા.

આ પણ વાંચો: મહુવાના ડુંગળીના કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવકનું મોત

તબીબે મૃત જાહેર કર્યા

જો કે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવને પગલે દયાપર પોલીસે આકસ્મિક મોતનો બનાવ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details