- ભરબપોરે છરીની અણીએ 5.74 લાખની લૂંટ
- લૂંટ ચલાવનાર 2 આરોપીઓ ઝડપાયા, 2 ફરાર
- લોકડાઉનમાં ધંધો પડી ભાંગતા લેણું ચૂકવવા કાવતરું ઘડ્યું
કચ્છ: કોરોનાના લઈને થયેલા લોકડાઉનને કારણે લોકો ત્રાહિમામ થઈ ગયા છે. ત્યારે, આર્થિક પરિસ્થિતિ કથડતા શખ્સો ચોરી અને લૂંટને રવાડે પણ ચડ્યા છે. આવી જ એક ઘટના ભુજમાં સામે આવી છે. જેમાં, 2 દિવસ પહેલા બપોરના સમયે CMS કંપનીનો કર્મચારી બેંકમાં ઉધરાણી કરી પૈસા જમા કરાવવા માટે જઇ રહ્યો હતો. ત્યારે, જ 2 અજાણ્યા શખ્સો બાઇક પર છરી વડે હુમલો પૈસાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. જે લૂંટનો બનાવ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાંખ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિવિધ વિસ્તારોમા લાગેલા CCTVની તપાસ કરતા એક શંકાસ્પદ બાઇક તપાસના દાયરામા આવી હતી. જેની તપાસ કરતા તે બાઇક નાના રેહા ગામના પૃથ્વીરાજસિંહ ઉર્ફે લાલો શિવુભા જાડેજાનુ હોવાનુ સામે આવ્યુ હતુ.
આ પણ વાંચો:કચ્છમાં પોલીસની વીરાંગના સ્પેશિયલ મહિલા સ્કોડે શાકભાજીની આડમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
પોલીસે કુલ 6.24 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
પોલીસ તપાસ કરતા ભુજના પ્રમુખસ્વામી નગરમાં રહેતા તેના મિત્ર રવીરાજસિંહ વાધેલાના ઘરે હોવાનું ખુલતા પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને પૃથ્વીરાજસિંહ તથા રવિરાજસિંહ દિલુભા વાધેલાની તપાસ કરતા તેઓએ લૂંટની કબુલાત કરી હતી. આ સાથે, તેની પાસેથી લૂંટમા ગયેલા 5.71 લાખ રૂપિયા સહિત તથા મોબાઇલ અને બાઇક મળીને કુલ 6,24,510નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ ઉપરાંત, પોલીસ તપાસમાં વધુ 2 શખ્સોના નામ પણ ખુલ્યા છે.