12 લોકોને મોતના મુખમાં ધકેલનારા ટ્રક ડ્રાઇવરની ધરપકડ - manukuva
કચ્છ: કચ્છના ભુજ તાલુકાના માનુકુવા સામત્રા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 12 લોકોના મોત નિપજ્યા હતાં. જેને લઇને ચાલક સામે ગુનો નોંધી તેની ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ટ્રક ચાલકની બેદરકારીથી આ અકસ્માત સર્જાયો હોવાનું સ્પષ્ટ થયું છે,
માનુકવા અને સામત્રા વચ્ચે છકડા અને બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જનાર ટ્રકનો ડ્રાઈવર ઝડપાઈ ગયો છે. આ ઘટનાના દિવસે ડ્રાઇવર લિગ્નાઇટ ભરવા માટે જતો હતો. જોકે ઓવરસ્પીડ અને ઓવરટેક કરવા સમયે તેનાથી આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. અને રોંગ સાઈડ જઈ છકડા અને બાઈકને ટક્કર મારી હતી. જેમાં 12 વ્યક્તિ મોતના નિપજ્યા હતા. જેને લઇને પોલીસે તેની રાપર ખાતેથી ઝડપી લઇ ધરપકડ કરી છે. પોલીસે તેના વિરુદ્ઘ ઈરાદાપૂર્વક બેદરકારીથી ટ્રક ચલાવી 12 વ્યક્તિના મોત સંદર્ભે ગુનો નોંધી આગળની તપાસ હાથ કરી છે.