કચ્છમાં વરસાદ ખેંચાતા ખેડૂતો પશુપાલકોની ચિંતા વધી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. પરંતુ કચ્છમાં હજુ વરસાદ વરસ્યો નથી. ત્યારે સિઝનથી અછતની સ્થિતિનો સામનો કરી રહેલા ખેડૂતો પશુપાલકો સારા વરસાદની આશા સાથે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. સિંચાઈ માટે વધારાના પાણી સાથે વીજળી વધારી સરકાર ચારા મદદ કરે તો જ ખેતી અને પશુપાલન બચી શકે તેમ છે.
કચ્છમાં વરસાદ ખેંચાતા ઘેરાયા ચિંતાના વાદળો, મુશ્કેલીની પરિસ્થિતિ સર્જાઇ - gujarat
કચ્છ: શહેરમાં ફરી દુકાળથી ખેડૂતો, પશુપાલકો અને સમગ્ર કચ્છ માટે મુશ્કેલીની સ્થિતિ ઊભી થઈ છે. સરકાર ખેડૂતોને પાણી આપે તેવી માંગ ઉઠી છે. કોંગ્રેસ દ્વારા ખેતી પશુપાલન ને વરસાદ ન પડે ત્યાં સુધી મદદ માટે સરકારને રજૂઆત કરી છે. જો વરસાદ નહીં પડે તો કેવી સ્થિતિ થશે તે અંગે ખેડૂતો ચિંતિત છે. કચ્છના કલેક્ટરે તંત્ર દ્વારા પૂરતા પ્રયાસોની ખાતરી આપી છે.
![કચ્છમાં વરસાદ ખેંચાતા ઘેરાયા ચિંતાના વાદળો, મુશ્કેલીની પરિસ્થિતિ સર્જાઇ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3901554-thumbnail-3x2-kutch.jpg)
તાજેતરમાં કોંગ્રેસે સરકાર પાસે નર્મદાના પાણી કચ્છના તમામ વિસ્તારોમાં પહોંચાડવા સાથે ખેડૂતોને પાક વીમાની રકમ વધારાની વીજળી અને પશુપાલકોને ઘાસ મદદ અને સહાય મળે તેવી માંગ કરી છે. સરકારે ખેડૂતો અને પશુપાલકોની ચિંતા સાથે વરસાદ પડવા પર મીટ માંડી છે. જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી સરકારી નિયમ મુજબ સહાય ચાલુ રાખવાનું નક્કી કર્યું છે. જો વરસાદ ન પડે તો નવા પ્લાન સાથે પશુપાલકોને મદદ માટે તૈયારી દર્શાવી છે. ઢોરવાડા ચાલુ રાખવા સાથે મેન્યુઅલ મુજબ ખેતી-પશુપાલન ને સરકાર મદદ કરશે.
કચ્છમાં 17 લાખથી વધુ પશુધન છે. સરકારે ખેતી પશુપાલકોને ચિંતા સાથે તમામ મદદ માટે તૈયારી દર્શાવી છે.