ગુજરાત

gujarat

ETV Bharat / state

Tree Sparrow in Bhuj : ભુજના એક ઝાડમાં 20,000 જેટલી ચકલીઓનો કલબલાટભર્યો વસવાટ - World Sparrow Day

ભુજના અનમ રીંગ રોડ પાસે આવેલ વોકળા ફળિયામાં આવેલ તકેવાલી મસ્જિદ સામે આશરે 100 વર્ષથી પણ વધારે જૂનું બોરડીનું ઝાડ (Tree Sparrow in Bhuj) છે, જેમાં 15થી 20 હજાર ચકલીઓ સવારસાંજ જોવા મળે છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે હજારોની સંખ્યામાં ચકલીઓ કલબલાટ કરે છે રાત્રીના સમયમાં તો જાણે ઝાડ (Bordi tree)પર બલ્બ લગાડવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.

Tree Sparrow in Bhuj : ભુજના એક ઝાડમાં 20,000 જેટલી ચકલીઓનો કલબલાટભર્યો વસવાટ
Tree Sparrow in Bhuj : ભુજના એક ઝાડમાં 20,000 જેટલી ચકલીઓનો કલબલાટભર્યો વસવાટ

By

Published : Dec 7, 2021, 1:09 PM IST

  • ભુજમાં ચકલીઓના કલબલાટથી ગુંજતું બોરડીનું ઝાડ
  • ભુજની વોકળા ફળિયામાં 100 વર્ષ જૂના બોરડીના ઝાડ પર હજારો ચકલીઓનો કલબલાટ
  • એક જ ઝાડ પર વોકળા ફળિયાની કુલ માનવ વસતી કરતા વધુ ચકલીઓનો વસવાટ
  • છેલ્લાં થોડાં સમયથી ચકલીઓની સંખ્યામાં ઘટાડો થયો

કચ્છ- ભુજના વોકળા ફળિયામાં આવેલી જૂની લોહાણા મહાજનવાડી પાસેની તકેવાલી મસ્જિદ સામે આશરે 100થી 150 વર્ષ જૂનું બોરડીનું ઝાડછે, જેમાં દરરોજ 15 થી 20હજાર જેટલી ચકલીઓ (Tree Sparrow in Bhuj) સવાર સાંજ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર કચ્છમાં બોરડીનું આ એકમાત્ર વૃક્ષ (Bordi tree) છે જેની લતાઓ જમીનને અડવા માંડી છે.

Tree Sparrow in Bhuj : ભુજના એક ઝાડમાં 20,000 જેટલી ચકલીઓનો કલબલાટભર્યો વસવાટ

કચ્છ જિલ્લામાં આવું ઝાડ બીજે ક્યાંય પણ નહીં જ્યાં આટલી સંખ્યામાં ચકલીઓ જોવા મળે

અગાઉ ભુજ અંજાર હાઇ વે પર આવેલ શેખપીર દરગાહ પાસેના બાવળના ઝાડ પર પણ મોટી સંખ્યામાં ચકલીઓ જોવા મળે છે. પરંતુ વોકળા ફળિયાના બોરડીના ઝાડ (Bordi tree) જેટલી વિશાળ સંખ્યા સાથેની ચકલીઓ બીજે કોઈ ઝાડ પર જોવા નથી મળતી. શેખપીર દરગાહ પાસેના બાવળના ઝાડ કરતાં અનેકગણી ચકલીઓ વોકળા ફળિયાના ઝાડ પર (Tree Sparrow in Bhuj)જોવા મળે છે.

આખા ઝાડને જાણે બલ્બથી સુશોભિત કરવામાં આવ્યું હોય તેવું લાગે છે: સ્થાનિક

આ વિશે 76 વર્ષીય રમજુ બાયડે જણાવ્યું હતું કે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આ ઝાડ પર ચકલીઓ દેખાય છે અને કલબલાટ કરે છે. તેઓ 10 વર્ષના હતા ત્યારે 80 વર્ષના વૃદ્ધે તેમને જણાવ્યું હતું કે આ ઝાડ પર (Bordi tree) ચકલીઓ તેઓ બાળપણથી જોતા આવ્યા છે એટલે કે આ ઝાડ 100 વર્ષથી પણ વધારે વર્ષો જૂનું છે. છેલ્લા થોડાક સમયથી ચકલીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે અને ઝાડની એક પણ ડાળ ખાલી હોય તેવું નહીં જોવા મળે. આખું ઝાડ ચકલીઓથી ભરાઈ જાય (Tree Sparrow in Bhuj) છે જાણે કે આખા ઝાડને બલ્બથી સુશોભિત કરવામાં આવ્યું હોય.

સવારના ભાગમાં એલાર્મની જરૂર પડતી નથી ચકલીઓના અવાજથી જ ઉઠી જવાય છે: યુવા સ્થાનિક

શહેરમાં વિકાસના અનેક કામો થતાં ગયાં અને નવા નવા બાંધકામો થતાં ગયાં. જેના પરિણામે પક્ષીઓ પણ ઓછા જોવા મળી રહ્યાં છે પણ ભુજ શહેરની ભરબજારે આવેલા આ ઝાડ પર હજારોની સંખ્યામાં ચકલીઓ (Tree Sparrow in Bhuj)જોઈ શકાય છે. ત્યારે મસ્જિદની બાજુમાં જ રહેતા યુવાન ફરહાન બાયડે જણાવ્યું હતું કે હું પણ આ વૃક્ષ (Bordi tree) પર ચકલીઓની ચીં ચીં બાળપણથી સાંભળતો આવ્યો છું. મારા દાદા નાના હતાં ત્યારથી આ વૃક્ષ જોતા આવ્યા છે આશરે 100થી 150 વર્ષ જૂનું આ ઝાડ (Tree Sparrow in Bhuj) હશે અને પોતાના મધુર અવાજથી ચકલીઓ સવારસાંજ કલબલાટ કરે છે અને સવારના ભાગમાં તો એલાર્મની પણ જરૂર પડતી નથી. ચકલીઓના અવાજથી જ ઉઠી જવાય છે.

આ પણ વાંચોઃ વિશ્વ ચકલી દિવસ: અંબાજીમાં ચકલી ઘર અને પાણીના કુંડાઓનુ નિ:શુલ્ક વિતરણ કરાયું

આ પણ વાંચોઃ જૂનાગઢમાં ચકલીઓને બચાવવા નવતર પ્રયોગ, ચકલીઓ માળો બાંધી શકે તે માટે યુવાનો મંદિરમાંથી એકઠી કરેલી ગરબીઓ ઝાડ પર મૂકશે

ABOUT THE AUTHOR

...view details