- ટ્રક ઓવરલોડ ભરવાના કિસ્સામાં લાખો રૂપિયાનો દંડ
- ડમ્પર ટ્રક અને ટ્રેક્ટર ઉભા રાખી નોંધાવ્યો વિરોધ
- જ્યાં સુધી તાનાશાહી ચાલુ, ત્યાં સુધી વિરોધ ચાલુ
કચ્છ: જિલ્લામાં મોટા વેપારીઓ અને ખાનગી કંપનીઓ કરોડો રૂપિયાની ખનીજ ચોરી કરે છે. ભુજ અને તેની આસપાસથી રોયલ્ટી ભરીને રેતી તથા ખનીજ પરિવહન કરતાં ટ્રાન્સપોર્ટરોને થોડા ઓવરલોડ ભરવાના કિસ્સામાં લાખો રૂપિયાનો દંડ કરાતા 150થી વધુ ટ્રકોના ટ્રાન્સપોર્ટરોએ ભુજના મીરઝાપર નજીક હડતાળ માટે ઉતર્યા હતા. ટાઇમ્સ સ્ક્વેર સામે આવેલા પ્લોટમાં તમામ ટ્રાન્સપોર્ટરોએ પોતાના ડમ્પર-ટ્રક અને ટ્રેક્ટર ઉભા રાખી વિરોધ નોંધાવ્યો હતો.
ખાણ-ખનીજ વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો ખાણ-ખનીજ વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો
તમામ ટ્રકચાલકો રોયલ્ટી પાસ ભરીને પરિવહન કરે છે. પરંતુ 1000 કિલો કે તેથી વધુ ખનીજ કે રેતી વધુ હોય તેવા કિસ્સામાં પણ ખાણ-ખનીજ વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એક તરફ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે તેવામાં થોડા વધુ ખનીજ ભરવાના મામલામાં દંડનીય કાર્યવાહી ખોટી છે. આ અંતર્ગત કચ્છના ટ્રાન્સપોર્ટરો અચોક્કસ મુદ્ત સુધી હડતાલ પર ઉતર્યા છે. બીજી તરફ ખાનગી વાહનોમાં આવતા અધિકારીઓ RTOના ડોક્યુમેન્ટની પણ માંગણી કરે છે અને ડ્રાઇવરોના ફોન પણ લઈ લે છે. જ્યાં સુધી ખાણ-ખનીજ વિભાગની તાનાશાહી ચાલુ રહેશે ત્યાં સુધી ટ્રાન્સપોર્ટરો વિરોધ ચાલુ રાખશે.