ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજમાં ટ્રાફીક પોલીસ વાહનચાલકો પાસેથી દંડની રકમ Digitally વસુલશે - Kutch Traffic Police

બદલાતા સમય સાથે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન (Online transaction)નો વ્યાપ વધ્યો છે. હવે સરકારી ખાતાઓ પણ લોકો પાસેથી દંડની રકમ વસુલવા આધુનિક રસ્તા અપનાવી રહ્યા છે, ત્યારે કચ્છ જિલ્લાના ભુજમાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા ઓનલાઈન દંડ વસુલવાની શરૂઆત કરવામાં આવી છે.

Gujarat News
Gujarat News

By

Published : Jun 24, 2021, 5:24 PM IST

  • દંડની રકમ Online વસુલવાની શરૂઆત કરાઈ
  • POS મશીન અને QR કોડ સ્કેન કરીને દંડની રકમ ભરી શકાશે
  • દંડ વસુલવાની ખુબ જ સરળ અને ઝડપી પ્રક્રિયા

કચ્છ : ભુજ નગરપાલિકા વિસ્તારમાં દંડીત થનારા વાહનચાલકો ખિસ્સામાં રોકડા નથી એમ કહીને છૂટી નહી શકે. પોલીસે હવેથી ઓનલાઈન (Online) દંડ વસુલવાની શરૂઆત કરતા વાહનચાલકો વિવિધ money app મારફતે POS મશીન કે QR CODE Scan કરીને સમાધાન શુલ્કની રકમ સ્થળ પર જ જમા કરાવી શકશે. આ અંગે મળતી માહિતી મુજબ Motor vehicle act તળે સમાધાન શુલ્ક અંગે રોકડ દંડ વસુલાત કરવામાં આવતી હોય છે. જેમાં ઘણીવાર વાહનચાલક પાસે દંડની રકમ ન હોવાથી સમસ્યા સર્જાતી હોય છે.

ભુજમાં ટ્રાફીક પોલીસ વાહનચાલકો પાસેથી દંડની રકમ Digitally વસુલશે

આ પણ વાંચો : સરકારી વેબસાઈટ જેવી જ વેબસાઈટ બનાવી થઈ રહ્યું છે સાઈબર ક્રાઇમ

આ પ્રક્રિયામાં કોરોનાનું સંક્રમણ ફેલાતાં રોકી શકાય છે

આ ઉપરાંત હાલના કોરોના કાળમાં પોલીસ અને પબ્લીક વચ્ચે સ્થળ પર દંડ વસુલાત કરતી વખતે સંક્રમણનું જોખમ પણ ઉભું થાય છે. તેથી પોલીસ અને લોકોની સુરક્ષા અને સગવડતા માટે પશ્ચિમ પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં પાઈલોટ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો છે. જેમાં POS મશીન ઉપરાંત QR CODE દ્વારા મોબાઈલ ફોનથી દંડ વસુલી શકાશે.

ભુજમાં ટ્રાફીક પોલીસ વાહનચાલકો પાસેથી દંડની રકમ Digitally વસુલશે

આ પણ વાંચો : સુરત જિલ્લામાં PSI પણ બન્યા ઓનલાઈન હનીટ્રેપનો શિકાર

જુદા જુદા પેમેન્ટ એપ દ્વારા પણ દંડની રકમ ભરી શકાય છે

તેમજ અલગ-અલગ ઓનલાઈન મની ટ્રાન્ઝેકશન એપ (Online money transaction app) જેવી કે, Phone Pe, Google Pay વગેરેનો ઉપયોગ કરી વાહનચાલક સમાધાન રકમ જમા કરાવી શકાશે. ભુજમાં તાજેતરમાં જ આ પ્રક્રિયાનો અમલ શરૂ થઈ ગયા બાદ જિલ્લામાં અન્ય પોલીસ સ્ટેશન ખાતે પણ ચાલુ કરવામાં આવશે.

ભુજમાં ટ્રાફીક પોલીસ વાહનચાલકો પાસેથી દંડની રકમ Digitally વસુલશે

દંડના Online paymentની પ્રક્રિયા સુવિધાજનક

આ ઉપરાંત આ cashless transaction ને કારણે કોઈ ઓફિસર દ્વારા કોઈ રોકડની લેવડદેવડ પણ નથી થતી અને ડાયરેક્ટ દંડની રકમ government ના accountમાં જમા થાય છે. લોકોને પણ તુરંત જ દંડની રસીદ મળી હતી હોવાથી આ પ્રક્રિયા ઘણી સુવિધાજનક છે.

ભુજમાં ટ્રાફીક પોલીસ વાહનચાલકો પાસેથી દંડની રકમ Digitally વસુલશે

દંડ વસૂલવાની પ્રક્રિયા ખુબ સરળ છે : DySP

હેડ ક્વાર્ટર DySP બી.એમ.દેસાઈએ ડિજિટલ પેમેન્ટ (Digital payment)થી દંડની રકમ ભરવા અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હાલ જિલ્લા ટ્રાફિક પોલીસ (District Traffic Police) તરફથી ભુજમાં 4 POS મશીન દ્વારા તથા જુદા જુદા પેમેન્ટ એપ દ્વારા સમાધાન ફી, પેનલ્ટીની રકમ પ્રજા દ્વારા ડાયરેક્ટ ઓનલાઇન કરવામાં આવે છે. જેનાથી દંડ વસૂલવાની પ્રક્રિયા સરળતાથી અને ટૂંક સમયમાં થઈ જાય છે.

ABOUT THE AUTHOR

...view details