કચ્છનવરાત્રિનો તહેવાર હવે થોડા સમયમાં આવશે. ત્યારે સ્વાભાવિક છે કે ગરબા શોખીન યુવક યુવતીઓમાં નવરાત્રિ તહેવારની ( Traditional Garba by Rajput Woman in Kutch )ઉજવણી માટે ઉત્સાહ હોય. તો આ વર્ષે ખાનગી ધોરણે થતા દાંડિયારાસ આ વર્ષે મોકૂફ રખાયા છે.ે શેરી, (Navratri Festival Sheri Garba in Bhuj )સોસાયટી તેમજ ફળિયાઓમાં જ ગરબાનું આયોજન થશે. છેલ્લાં અનેક વર્ષોથી નવરાત્રિમાં શેરી-ફળિયા ગરબીઓનું આકર્ષણ વધી રહ્યું છે.
ભુજના શક્તિધામ ખાતે ક્ષત્રિય મહિલાઓ દ્વારા માતાજીના ગરબા અને તલવાર રાસ સાથે આરાધના ભુજના શકતિધામ ખાતે ક્ષત્રિય મહિલાઓ દ્વારા માતાજીની કરાશે આરાધનાઆગામી 25મી સપ્ટેમ્બરના શ્રાદ્ધ પક્ષ પૂરો થતાં 26મી સપ્ટેમ્બરથી આસો નવરાત્રિનો ( Traditional Garba by Rajput Woman in Kutch )પ્રારંભ થવાનો છે. ત્યારે માતાજીની આરાધનાના પર્વ માટે અત્યારથી તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. ગરબા પ્રેમીઓ ગીત સંગીતની રમઝટમા મનમૂકીને ઝૂમવા માટે તૈયાર છે. ત્યારે ઠેર ઠેર અવનવી રીતે નવરાત્રિની ઉજવણી તથા માતાજીની આરાધના કરવામાં આવશે. ત્યારે ભુજના શક્તિધામ ખાતે ક્ષત્રિય મહિલાઓ દ્વારા માતાજીના ગરબા અને તલવાર રાસ સાથે આરાધના કરવામાં આવતી હોય છે.
રાજપૂત મહિલાઓ દ્વારા તલવાર રાસની રમઝટ પણ જામે છે છેલ્લાં 12 વર્ષોથી અહીં અલગ જ રીતે ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સતત 13માં વર્ષે શક્તિધામ મધ્યે રાજપૂત ક્ષત્રિય મહિલા સભા દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવશે. પરંરાગતરીતે ગરબાનું આયોજન અહીં કરવામાં ( Traditional Garba by Rajput Woman in Kutch )આવશે. રાજપૂત સમાજના સંસ્કારો, મર્યાદાઓ સાથેનું તેમજ પરંપરા સાથે રાખીને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.તો અહીં તલવાર રાસની રમઝટ ( Talvar Raas by Rajput Woman ) પણ જામે છે.
રાજપૂત મહિલાઓનો પરંપરાગત પોશાકપરંપરાગતપણે રાજપૂત મહિલાઓ તેમના દરબારી પોશાકમાં ( Traditional Attire of Rajput Women )ક્ષત્રિય સમાજના મહિલાઓ ગરબા અને દાંડિયારાસ પણ રમે છે. અહીં ફક્ત મહિલાઓ માટે જ ગરબી ( Traditional Garba by Rajput Woman in Kutch ) યોજાય છે. તો દીકરીઓમાં નાનપણથી જ સાહસિકતાના ગુણો વિકસિત થાય એ માટેનું જ્ઞાન અપાય છે. તો નવરાત્રિમાં તલવાર રાસ શીખવીને શૌર્ય રસ પણ પીવડાવવામાં આવે છે.