ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch Tourism 2023: કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા...પ્રવાસીઓનું ઉમટ્યું ઘોડાપુર, દિવાળી વેકેશનમાં કચ્છ મોસ્ટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બન્યું - કચ્છ મોસ્ટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બન્યું

કચ્છમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. લાખોની સંખ્યામાં લોકોએ દિવાળી વેકેશન કચ્છમાં પસાર કર્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રાગમહેલ, કચ્છ મ્યુઝીયમ, આઇના મહલ, સ્મૃતિ વન તેમજ સ્વામીનારાયણ મંદિર સહિતના સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

tourists-flocked-to-kutch-in-droves-kutch-became-the-most-favorite-tourist-destination-during-diwali-vacations
tourists-flocked-to-kutch-in-droves-kutch-became-the-most-favorite-tourist-destination-during-diwali-vacations

By ETV Bharat Gujarati Team

Published : Nov 15, 2023, 5:03 PM IST

Updated : Nov 15, 2023, 10:52 PM IST

પ્રવાસીઓનું ઉમટ્યું ઘોડાપૂર

કચ્છ:દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ત્યારે કચ્છ મોસ્ટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બન્યું છે. દિવાળીના પર્વ સાથે જ કચ્છમાં દેશ-વિદેશનાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં છે. સફેદ રણથી લઈ છેક ધોળાવીરા સુધી સર્વત્ર પ્રવાસીઓની જ ભીડ દેખાય છે. જિલ્લાનું મુખ્ય મથક ભુજ જાણે કે કોઈ ફેમસ ટૂરીસ્ટ સ્પોટમાં ફેરવાઈ ગયું હોય તેમ પ્રવાસીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. ભુજમાં આવેલ પ્રાગમહેલ, કચ્છ મ્યુઝીયમ, આઇના મહલ, સ્મૃતિ વન તેમજ સ્વામીનારાયણ મંદિર સહિતના સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

સ્મૃતિ વન તેમજ સ્વામીનારાયણ મંદિર સહિતના સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ

પ્રવાસીઓ માટે મોસ્ટ ફેવરિટ ડેસ્ટિનેશન:છેલ્લાં 2 દાયકાથી કચ્છ પ્રવાસનના હબ તરીકે ઉભરી રહ્યું છે અને દિવસેને દિવસે પ્રવાસીઓનો ધસારો વધતો જાય છે. દર વર્ષે દેશ વિદેશમાંથી લાખો પ્રવાસીઓ કચ્છના પર્યટન સ્થળોની મુલાકાત લઇ રહ્યા છે. કચ્છમાં માંડવીનો બીચ હોય કે લખપત વિસ્તારનો માતાના મઢ, નારાયણ સરોવર-કોટેશ્વર મહાદેવ મંદિર હોય કે લખપતનો કિલ્લો સર્વત્ર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. વૈશ્વિક ધરોહર ધોળાવીરા ખાતે પણ પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. કચ્છમાં ફરવા આવતાં પ્રવાસીઓ મોટાભાગે ભુજમાં જ રોકાતાં હોય છે અને સવાર પડે અને ભુજનાં જોવાલાયક સ્થળો પર ઉમટી પડે છે.

ફોટોગ્રાફી અને બ્લોગ બનાવવા માટે આકર્ષક સ્થળો

કચ્છમાં જોવાલાયક સ્થળો:જિલ્લા મથક ભુજમાં આવેલ નૂતન સ્વામીનારાયણ મંદિર હોય કે ભુજનું મ્યુઝિયમ કે પછી પ્રાગમહેલ અને આઇના મહલ સર્વત્ર બસ પ્રવાસીઓ જ પ્રવાસીઓ નજરે પડી રહ્યા છે. કચ્છનાં રાજાશાહી યુગની પ્રાચીન વિરાસતને સાચવી રહેલાં આયના મહેલ તેમજ પ્રાગ મહેલ જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગુજરાતભરમાંથી આવ્યા છે. કચ્છમાં આવતા પ્રવાસીઓ કચ્છના સફેદ રણ, વર્ષ 2001ના ગોઝારા ભૂકંપમાં પોતાનો જીવ ગુમાવનારા લોકોની યાદમાં બનાવવામાં આવેલ સ્મૃતિ વન, માંડવી બીચ, વિજય વિલાસ મહેલ, ધોળાવીરા,નારાયણ સરોવર, રોડ ટુ હેવન, કોટેશ્વર, માતાનામઢ, કાડીયા ધ્રો તેમજ ભુજમાં આવેલા સ્વામીનારાયણ મંદિર, આયના મહેલ,પ્રાગમહેલ, મ્યુઝીયમ, રામધૂન, દ્વારકાધીશ મંદિર જેવા અનેક ઐતિહાસિક સ્થળો પર પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે.

લાખોની સંખ્યામાં લોકોએ દિવાળી વેકેશન કચ્છમાં પસાર કર્યું

કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા...: ઉલ્લેખનીય છે કે આમ તો કચ્છ પહેલાંથી જ દેશ વિદેશનાં પ્રવાસીઓને આકર્ષતું આવ્યું છે. પરંતુ, રાજ્યના પ્રવાસન વિભાગના પ્રયાસો દ્વારા કચ્છમાં પ્રવાસનને વેગ પણ મળ્યું છે. વિવિધ જિલ્લામાંથી કચ્છ આવતા પ્રવાસીઓ પોતાની યાદગાર તસવીર તેમજ મોબાઈલ સેલ્ફી ખેચતા જોવા મળી રહ્યા છે. કચ્છની મુલાકાતે આવનાર મુલાકાતી કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા... પંક્તિ પણ ગણગણાવી રહ્યા છે.

દિવાળી વેકેશનમાં કચ્છ મોસ્ટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બન્યું

લાખો પ્રવાસીઓએ કચ્છમાં માણ્યું દિવાળી વેકેશન:દિવાળીના રજાના દિવસોમાં 10મી નવેમ્બર થી 15મી નવેમ્બર સુધી જિલ્લાના વિવિધ સ્થળે લાખો પ્રવાસીઓ ઉમટ્યા છે. જેમાં ભુજના આઇના મહલમાં અંદાજિત 8000 પ્રવાસીઓ, પ્રાગ મહલમા અંદાજિત 10,000 જેટલા પ્રવાસીઓ, રણોત્સવમાં અંદાજિત 20,000 જેટલા પ્રવાસીઓ, ભુજના સ્વામિનારાયણ મંદિરે અંદાજિત 25000 જેટલા પ્રવાસીઓ, ભુજીયા ડુંગર પર આવેલ સ્મૃતિ વનમાં 22000 જેટલા પ્રવાસીઓ, માતાના મઢ ખાતે 25000 જેટલા પ્રવાસીઓ તો માંડવી બીચ પર 30000 જેટલા પ્રવાસીઓ તો વિજય વિલાસ પેલેસ પર 15000 જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.

વિજય વિલાસ પેલેસ પર 15000 જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી

ફોટોગ્રાફી અને બ્લોગ બનાવવા માટે આકર્ષક સ્થળો:દિવાળીની રજાઓ દરમિયાન ભુજના રાજાશાહી સ્થળો ખુલ્લા છે અને આ સ્થળો પર લોકોને ફોટોગ્રાફી કરવાનો આનંદ પણ આવે છે અને અહીં રાજ્યભરમાં પ્રિય એવા કચ્છી તેમજ ટ્રેડિશનલ પોશાક પણ ભાડે મળતાં હોવાથી ફોટો ક્લિક કરવવા માટે પ્રવાસીઓ તેનો પણ લાભ લઈ રહ્યા છે. ઉપરાંત આજકાલ બ્લોગ બનાવવાનો ટ્રેન્ડ પણ વધ્યો છે ત્યારે લોકો ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈને બ્લોગ પણ બનાવી રહ્યા છે.

  1. Kutch News : કચ્છ રાજ પરિવાર દ્વારા ‘પ્રાગમહેલ એટીલિયર' ખુલ્લું મૂકાયું, હસ્તકલાના કારીગરો માટે ખૂબ મહત્ત્વનું કામ કરશે
  2. Rann Utsav 2023-2024: કચ્છમાં વિશ્વ વિખ્યાત 'રણોત્સવ'નો પ્રારંભ થયો, ડિસેમ્બરનું એડવાન્સ બૂકિંગ ફુલ
Last Updated : Nov 15, 2023, 10:52 PM IST

ABOUT THE AUTHOR

...view details