ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch News: ઘુડખર અભયારણ્યમાં 15મી ઓક્ટોબર સુધી પ્રવાસીઓને નો-એન્ટ્રી, જાણો કારણ - Kutch Ghudkhar Sanctuary till October

કચ્છનું નાનું રણ કે જ્યાં દુર્લભ વન્યપ્રાણી ઘુડખર જોવા મળે છે. જેના અભ્યારણને તંત્ર દ્વારા હાલમાં 15મી ઓક્ટોબર સુધી પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાડી દેવાયો છે. તે 4954 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે.કચ્છના નાના રણની અંદર અલગ અલગ પ્રજાતિના વિદેશી પક્ષીઓ અને જંગલી ગધેડા એટલે કે ઘુડખર જોવા મળે છે. જેને જોવા માટે હજારો પ્રવાસીઓ મુલાકાતે આવે છે. આ રણમાં ઘુડખર એક દુર્લભ પ્રાણી છે

Kutch News: ઘુડખર અભયારણ્યમાં 15મી ઓક્ટોબર સુધી પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ, જાણો શું છે કારણ...
Kutch News: ઘુડખર અભયારણ્યમાં 15મી ઓક્ટોબર સુધી પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ, જાણો શું છે કારણ...

By

Published : Jun 24, 2023, 1:02 PM IST

Kutch News: ઘુડખર અભયારણ્યમાં 15મી ઓક્ટોબર સુધી પ્રવાસીઓને નો-એન્ટ્રી, જાણો કારણ

કચ્છ:ગુજરાત રાજ્ય સરકારે તારીખ 12 જાન્યુઆરી 1973ના જાહેરનામાંથી વર્ષ 1963ના ગુજરાતના વન્યપ્રાણી અને પક્ષીઓના સંરક્ષણ બાબતના અધિનિયમ અન્વયે, કચ્છનું નાનું રણ આઈલેન્ડ, બેટ તથા કચ્છના નાના રણ અને તેને લાગુ આવેલા સરકારી પડતર ખરાબાઓના વિસ્તાર સહિતને અભયારણ્ય, શિકાર પ્રતિબંધિત આશ્રય સ્થાન જંગલી ગધેડાઓના એટલે કે ઘુડખરના અભયારણ્ય તરીકે જાહેર કરેલ છે. જ્યાં હવે ઘુડખરનો મેટિંગ ટાઈમ શરૂ થવાને કારણે પ્રવાસીઓ માટે નો એન્ટ્રી જાહેર કરવામાં આવી છે.

અભયારણ્ય રહેશે બંધ: આ ઘુડખર અભયારણ્યમાં વિવિધ પ્રજાતિના વન્યપ્રાણીઓ વસવાટ કરે છે. ઘુડખર વન્યપ્રાણીનો હાલમાં પ્રજનન પ્રક્રિયાનો સમય હોતા આ વિસ્તારમાં બિન અધિકૃત વ્યક્તિઓએ વાહનો લઇ કે પગપાળા અભયારણ્યમાં પ્રવેશ ન કરવા માટે તંત્ર દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે.આ ઉપરાંત સ્થાનિક નિવાસીઓએ 20 કિ.મી.થી વધુ ઝડપે કોઇએ વાહનો ચલાવવા નહિ તેમ છતાં આવા કોઇ વ્યકિતઓ નજરે પડશે તો તેમની સામે વન્યપ્રાણી સંરક્ષણ ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું વનતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

"હાલમાં હવે ચોમાસાની સિઝન શરૂ થવાની છે. શિયાળાની ઋતુમાં આ રણમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવે છે જેને જોવા માટે મોટી સંખ્યામાં પક્ષીપ્રેમીઓ અહીઁ આવે છે. અભયારણ્ય 16મી જુનથી 16 ઓક્ટોબર સુધી બંધ રહેશે. છેલ્લા થોડાક વર્ષોથી આ રણની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે આ સ્થળની મુલાકાત લેનારા લોકોની સંખ્યા લગભગ 1500 વિદેશી પ્રવાસીઓ સહિત 12,000 થી વધુ હતી." --ડો.ડી.એફ.ગઢવી ( ધ્રાંગધ્રાના નાયબ વન સંરક્ષક)

વિનામૂલ્યે કેમ્પનું આયોજન: વન્ય પ્રાણીઓની માહિતી આપવા માટે વિનામૂલ્યે કેમ્પનું આયોજન"16 ઓક્ટોબરથી અભયારણ્ય પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા શિયાળામાં વન્યજીવોને બચાવવા અને જાળવવા માટે માર્ગદર્શન આપવા તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓને આ વિસ્તારમાં આવતા વન્ય પ્રાણીઓની માહિતી આપવા માટે વિનામૂલ્યે કેમ્પનું આયોજન પણ કરવામાં આવે છે. તો અગરીયાઓ દ્વારા આ વિસ્તારમાં પકવવામાં આવેલ મીઠું અભયારણ્ય વિસ્તારની બહાર પરિવહન કરાવી લેવા ઘુડખર અભ્યારણ્ય ધ્રાંગધ્રાના નાયબ વન સંરક્ષક ડો.ડી.એફ.ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું છે.

  1. Kutch News: બિપરજોય વાવાઝોડા બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર હરકતમાં, 884 થી વધારે ટીમો કામે લાગી
  2. Kutch News : કચ્છ CGSTએ અત્યાર સુધીનો સૌથી વધુ ટેક્સ દર અંકિત કર્યો, 80 ટકા લોકો નિયત રિટર્ન ફાઈલ કર્યું

ABOUT THE AUTHOR

...view details