ગુજરાત

gujarat

ETV Bharat / state

મુન્દ્રા હેરોઈન કેસ: 2 કન્ટેનરમાં 2988 કિલો હેરોઈન હતું, વિવિધ રાજ્યોમાંથી 4 અફઘાન નાગરિક સહિત કુલ 8ની ધરપકડ - total 8 arrested including 4 Afghan nationals in heroin case of Mundra

મુન્દ્રા પોર્ટ પરના હેરોઈન પ્રકરણમાં નાણાં મંત્રાલય દ્વારા અખબારી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં DRI દ્વારા મુન્દ્રા પોર્ટ પરથી 3004 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. આ હેરોઈનનો જથ્થો અફઘાનિસ્તાનથી ઈરાન અને ત્યાંથી મુન્દ્રા સ્થિત અદાણી પોર્ટ પર મોકલવામાં આવ્યો હતો અને આ પ્રકરણમાં અત્યાર સુધી 5 વિદેશી સહિત કુલ 8 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે તેવું જાહેર કર્યું છે.

મુન્દ્રા હેરોઈન કેસ: 2 કન્ટેનરમાં 2988 કિલો હેરોઈન હતું, વિવિધ રાજ્યોમાંથી 4 અફઘાન નાગરિક સહિત કુલ 8ની ધરપકડ
મુન્દ્રા હેરોઈન કેસ: 2 કન્ટેનરમાં 2988 કિલો હેરોઈન હતું, વિવિધ રાજ્યોમાંથી 4 અફઘાન નાગરિક સહિત કુલ 8ની ધરપકડ

By

Published : Sep 22, 2021, 11:00 PM IST

  • મુન્દ્રા પોર્ટ હેરોઇન પ્રકરણમાં નાણાં મંત્રાલયે જાહેર કરી માહિતી
  • DRIએ મુન્દ્રા પોર્ટ પરથી 3004 કિલો હેરોઇન જપ્ત કર્યું
  • 5 વિદેશી સહિત કુલ 8 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી

કચ્છ: ભારતમાં હેરોઇનની દાણચોરી સામે સતત કાર્યવાહી કરતા ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI) એ 13મી સપ્ટેમ્બરના ​​રોજ 2 કન્ટેનરની અટકાયત કરી હતી. જે ઈરાનના બંદર અબ્બાસ થઈને અફઘાનિસ્તાનના કંદહારથી મુન્દ્રા પોર્ટ પર આવ્યા હતા. આ કન્ટેનરમાં સેમી પ્રોસેસ્ડ ટેલ્ક સ્ટોન્સ હોવાનું જાહેર કરાયું હતું. કન્ટેનરની વિગતવાર તપાસથી બે કન્ટેનરમાંથી 17થી 19 સપ્ટેમ્બરના ​​રોજ 2988 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું.

નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ માહિતી

ટેલ્ક સ્ટોનની નીચે હેરોઈન છૂપાવવામાં આવ્યું હતું

હેરોઇનને જમ્બો બેગમાં છુપાવવામાં આવ્યું હતું, જેમાં બિનપ્રોસેસ્ડ ટેલ્ક પાવડર હોવાનું કહેવાય છે. હેરોઇન બેગના નીચલા સ્તરોમાં મૂકવામાં આવી હતી. ત્યારબાદ તપાસ ટાળવા માટે હેરોઇનને ટેલ્ક પથ્થરોથી ઉપર પર રાખવામાં આવ્યું હતું. DRI ને હેરોઇનને મહેનતપૂર્વક ટેલ્ક સ્ટોન્સથી અલગ તારવું પડ્યું હતું.

જુદાં જુદાં શહેરોમાં પણ હાથ ધરાઇ તપાસ

આ ઉપરાંત તપાસના ભાગરૂપે નવી દિલ્હી, નોઈડા (યુપી), ચેન્નઈ, કોઈમ્બતુર, અમદાવાદ, માંડવી, ગાંધીધામ અને વિજયવાડામાં તાત્કાલિક તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન દિલ્હીના ગોડાઉનમાંથી 16.1 કિલો હેરોઈન, 10.2 કિલો શંકાસ્પદ કોકેઈન પાવડર હોવાની અને નોઈડાના રહેણાંક સ્થળેથી 11 કિલો હેરોઈન હોવાની શંકા પણ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

અત્યાર સુધી 5 વિદેશી સહિત કુલ 8 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી

આ કેસમાં અત્યાર સુધીમાં 4 અફઘાન નાગરિકો, 1 ઉઝબેકનો નાગરિક અને 3 ભારતીય નાગરિકો સહિત કુલ 8 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા ભારતીય નાગરિકોમાં આયાત નિકાસ કોડ (IEC) ના ધારકનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ માલની આયાત કરવા માટે કરવામાં આવતો હતો. તેની ચેન્નાઈથી ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત વધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details