ગુજરાત

gujarat

ETV Bharat / state

Rain in Kutch: કચ્છમાં બારે મેઘ ખાંગા, 5થી 16 ઇંચ વરસાદ ખાબક્યો - Gujarat Rain

સરહદી જિલ્લા કચ્છમાં સામાન્ય રીતે આષાઢી બીજથી અમી છાંટણા થતાં હોય છે અને મેઘરાજાનું આગમન થતું હોય છે. પરંતુ અરબી સમુદ્રમાં કેન્દ્રિત થયેલા બિપોરજોય વાવાઝોડાની તોફાની અસરથી તુફાની પવન સાથે જિલ્લાના 10 તાલુકાઓમાં 5 ઇંચ થી 16 ઇંચ વરસાદ પડતાં જિલ્લામાં ચાલુ સીઝનનો 61.81 ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લામાં 5 ઇંચ થી 16 ઇંચ સર્વત્ર વરસાદ નોંધાયો છે.

કચ્છમાં બારે મેઘ ખાંગા, 5થી 16 ઇંચ વરસાદ ખાબક્યો
કચ્છમાં બારે મેઘ ખાંગા, 5થી 16 ઇંચ વરસાદ ખાબક્યો

By

Published : Jun 17, 2023, 12:53 PM IST

કચ્છમાં બારે મેઘ ખાંગા, 5થી 16 ઇંચ વરસાદ ખાબક્યો

કચ્છ:બિપોરજોય વાવાઝોડાએ સર્જેલી ડરામણી સ્થિતિમાં મેઘરાજાએ તોફાની પારી ખેલી હતી. જિલ્લા કન્ટ્રોલ રૂમ પરથી મળેલી સત્તાવાર આંકડાકીય વિગતો અનુસાર માંડવીમાં 24 કલાકમાં આ માંડવી શહેર અને તાલુકામાં 6 ઇંચથી લઇ 14 ઇંચ સુધી વરસાદ નોંધાતા વરસતાં માર્ગો પર પાણી નદીની જેમ વહ્યું હતું. માંડવીનું ટોપણસર તળાવ પણ આ પ્રથમ ભારે વરસાદમાં ઓગની ગયું હતું

14 ઇંચ જેટલો વરસાદ:બીજી તરફ પૂર્વ કચ્છમાં ઐતિહાસિક શહેર અંજારમાં છેલ્લાં 24 કલાકમાં ઝરમર મહેર સાથે વરસેલા મેઘરાજાએ 15 ઇંચ જેટલો વરસાદ વરસાવ્યો હતો.વરસાદથી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયુ હતું. તાલુકાના અન્ય ગ્રામીણ વિસ્તારમાં પણ આવો જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.ઔદ્યોગિક પાટનગર ગાંધીધામમાં 14 ઇંચ વરસાદ સાથે લોકોએ વાવાઝોડાંની અસર સાથે વરસાદનો પણ આનંદ માણ્યો હતો.

ભુજમાં સૌથી વધુ 16 ઇંચ વરસાદ:સૌથી વધુ મેઘકૃપા ભુજમાં વરસી હતી. ભુજમાં ભારે પવનના સૂસવાટા સાથે તોફાની વરસાદે પણ તબાહી મચાવી હતી. બિપોરજોય ભુજથી 40 કિ.મી. દૂર પસાર થયું તે સમયે તોફાની વરસાદ ખાબકતાં 16 ઇંચ જેટલો વરસાદ વરસતા હમીરસરમાં પણ પાણીની મોટાપાયે આવક થઇ હતી અને આ વર્ષે શહેરનું હૃદય સમાન હમીરસર તળાવ ઝડપથી ઓગની જશે તેવી ચર્ચાઓ થવા માંડી હતી.

સૌથી ઓછો વરસાદ:જિલ્લાનો પ્રવેશ દ્વારા સમાન વાગડ વિસ્તારમાં પણ વાવાઝોડાંની અસરથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભચાઉમાં 11, તો રાપરમાં 9 ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. મુન્દ્રામાં 14 ઇંચ, તો જે વિસ્તારમાં વાવાઝોડું ટકરાયું તેવા તાલુકાઓ અબડાસા અને લખપતમાં સૌથી ઓછો 5 ઇંચ જેટલો વરસાદ તો,નખત્રાણામાં 10 ઇંચ વરસાદ વરસ્યો હતો.તો જિલ્લામાં હજુ પણ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક મધ્યમથી ભારે વરસાદ વરસવાની સંભાવના રહેલી છે.

વરસાદી આંકડા:અંજાર 396 MM, અબડાસા 143 MM, ગાંધીધામ 361 MM, નખત્રાણા 252 MM, ભચાઉ 283 MM, ભુજ 403 MM, મુન્દ્રા 353 MM, માંડવી 346 MM, રાપર 235 MM , લખપત 125 MM વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ વરસાદ પડી શકે છે. બે દિવસ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

  1. Patan Rainfall: પાટણ જિલ્લામાં વાવાઝોડું આફતરૂપ, 50 મકાનો ધરાશાયી
  2. Cyclone Biparjoy Landfall Impact: નવસારી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા શરૂ

ABOUT THE AUTHOR

...view details