કચ્છના ભૂજ ખાતે આવેલી અદાણી સમુહ સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં ટી.બી.ના ગળફાની ચકાસણી તથા સામાન્ય અને પરંપરાગત સારવાર ઉપરાંત આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. જેમાં સૌ પ્રથમ ટી.બીના ચોક્કસ નિદાન અને અસરકારક દવા માટે CBNAAT( કારટ્રીઝ બેઝડ ન્યુક્લિયર એસીડ એમ્પ્લીફીકેશન ટેસ્ટ) ઉપલબ્ધ બનાવાઈ છે. આ ઉપરાંત અધ્યતન સુવિધા જેવી કે, દૂરબીનથી ક્ષયનું નિદાન કરવા બ્રોન્કોસ્કોપી યંત્ર આ હોસ્પિટલમાં પ્રાપ્ય બનાવવામાં આવ્યું છે.બ્રોન્કોસ્કોપી દ્વારા ટી.બી.ના શંકાસ્પદ કેસ સિવાય આ સાધનથી બીજા રોગના નિદાન પણ શક્ય બને છે.
હોસ્પિટલના ક્ષય વિભાગના વડા ડો. ચંદ્રશેખર પુરોહિતે જણાવ્યું હતું.અને આસી. પ્રોફેસર ડો. કલ્પેશ પટેલના જણાવ્યા પ્રમાણે કચ્છમાં આવું યંત્ર માત્ર આ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. હોસ્પટિલમાં દવાઓની આડઅસર, સંપૂર્ણ સારવાર, નિદાનની સુવિધા અને નવી ટી.બી.ની બેડાક્વીલીન નામની દવા જે માત્ર સરકાર દ્વારા જ વિતરણ કરવામાં આવે છે.