ગુજરાત

gujarat

ETV Bharat / state

આજે અષાઢી બીજ, કચ્છનું નવું વર્ષ, કચ્છી ભાંવરે કે જજીયું જજીયું વંધાઈંયું - ઈટીવી ભારત

23 જૂન આજે દેશભરમાં અષાઢી બીજ છે પણ કચ્છી પંચાંગ મુજબ 22 જૂનના બપોર પછી અષાઢી બીજ હતી. એટલે કચ્છના રાજવી પરિવારે સોમવારે સાંજે પૂજન કર્યું હતું. કચ્છના રાજવી પ્રાગમલજી ત્રીજાએ 22 જૂનના બપોર બાદથી બીજની ઉજવણી કરી હતી. કચ્છી પચાંગ મુજબ સોમવારે સાંજે છ વાગ્યે ભૂજના મહેલ ખાતે આવેલા રાજવી પરિવારના ટીલામેડી ખાતે ચંદ્ર-બીજ પૂજન કરવામાં આવ્યું હતું.

આજે અષાઢી બીજ, કચ્છનું નવું વર્ષ, કચ્છી ભાંવરે કે જજીયું જજીયું વંધાઈંયું
આજે અષાઢી બીજ, કચ્છનું નવું વર્ષ, કચ્છી ભાંવરે કે જજીયું જજીયું વંધાઈંયું

By

Published : Jun 22, 2020, 4:29 PM IST

Updated : Jun 23, 2020, 10:36 AM IST

ભૂજઃ ભારતીય શાસ્ત્રોમાં પણ જેનો ઉલ્લેખ જોવા મળે છે તે મરુ મેરું અને મેરામણનો પ્રદેશ પ્રાચીન કચ્છનું આજથી નવું વર્ષ શરૂ થયું છે. રણ, દરિયો અને ડુંગરનો પ્રદેશ ફરી જૂના જાહોજલાલીવાળા સમયમાં વિકાસની સાથે આગળ વધી રહ્યો છે. ત્યારે હવે આ પરંપરા માત્ર નામ પૂરતી થવા લાગતાં જૂની પેઢીના લોકો આજની પેઢીને વારસો જાળવી રાખવા જણાવી રહ્યાં છે. કોરોનાની મહામારી વચ્ચે મેઘરાજાની પધરામણી થઈ છે. નવું વર્ષ સુખમય આરોગ્યપ્રદ અને વિકાસશીલ બની રહે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.

આજે અષાઢી બીજ, કચ્છનું નવું વર્ષ, કચ્છી ભાંવરે કે જજીયું જજીયું વંધાઈંયું

આવતીકાલે 23મી જૂનના દિવસે સમગ્ર ભારતમાં અષાઢી બીજની ઉજવણી છે. ત્યારે કચ્છી પંચાગ મુજબ 20મી જૂનના બપોર બાદથી બીજ શરૂ થાય છે. કચ્છના રાજવી પરિવારના નિયુકત કુંવર ઈન્દ્રજિંતસિંહ જાડેજાએ ઈટીવી ભારતને જણાવ્યુ હતું કે, રાજવી પરિવાર સોમવારે સાંજે છ વાગ્યે રાજવી પરિવારના પ્રાહમહેલ પેલેસ ખાતે આવેલા કુળદેવીના ટીલામેડી ખાતે પૂજનઅર્ચન કરશે. મહારાવ પ્રાગમલજી આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

આજે અષાઢી બીજ, કચ્છનું નવું વર્ષ, કચ્છી ભાંવરે કે જજીયું જજીયું વંધાઈંયું
કચ્છ એટલે હેતાળ પ્રદેશ. સુકો પ્રદેશ પણ દરિયાદિલ પ્રદેશ, પ્રેમાળ કચ્છીમાડુઓ આજે નવું વર્ષ ઉજવી રહ્યાં છે. અષાઢી બીજ કચ્છી પરંપરાનું નવું વર્ષ છે. કચ્છના રાજવી પરિવારના આગેવાન અને કચ્છ ઈતિહાસ પરિષદના પ્રમુખ સાવજસિંહ જાડેજાના જણાવે છે. કે વિક્રમ સંવત 1231માં જામ રાયધણજીએ કચ્છની સત્તા હસ્તગત કરી હતી. ત્યારથી અષાઢી બીજ ઉજવાય છે અને નવું વર્ષ મનાવાય છે. કચ્છના રાજવી ખેંગારજી ત્રીજાએ પોતાની જન્મતિથીથી કચ્છી પંચાગ શરૂ કરાવ્યું હતું. વિક્રમ સંવત કરતાં ચાર માસ આગળ કચ્છી નવું વર્ષ ઉજવાય છે. દેશદેશવારમાં કયાંય પણ વસતાં કચ્છી આજે પોતાના ભાઈબંધુઓને નવા વર્ષના વધામણા આપવાનું ચુકતો નથી. કચ્છભરમાં હર્ષોલ્લાસ સાથે નવા વર્ષની આવકાર્યું હતું. કોરોનાની મહામારી વચ્ચે આ વર્ષે મેઘરાજાના શુકન થઈ રહ્યાં છે ત્યારે કચ્છીમાડુઓએ વિશ્વશાંતિની પ્રાર્થના કરી હતી.
આજે અષાઢી બીજ, કચ્છનું નવું વર્ષ, કચ્છી ભાંવરે કે જજીયું જજીયું વંધાઈંયું
કચ્છની આ અનોખી પરંપરા પાછળ. ખેતીની વાવણીના હળ જોડવા, દરિયામાંથી સાગર ખેડુઓનું પરત આવવું અને સૌથી મોટું જનજીવનનો જેના પર સૌથી મોટો આધાર છે તે ચોમાસાની શરૂઆતની બાબતો જોડાયેલી છે. આ પરંપરા આજે પણ જીવંત છે. રાજાશાહીના સમયમાં આજના દિવસે કચ્છી પંચાગ બહાર પાડવામાં આવતાં હતાં અને રાજાના નવા સિક્કાઓનું પણ છાપકામ શરૂ કરાતું હતું. આજે પણ ભૂજ ખાતે દરબારગઢમાં રાજવી પરિવાર પુજન કરીને નવા વર્ષની ઉજવણી કરે છે. જોકે આજના આધુનિક સમયમાં નવા વર્ષની ઉજવણી માત્ર શુભેચ્છા પાઠવવા પુરતી સિમિત રહે છે. જૂની પેઢીના લોકો માને છે કે નવી પેઢીએ આપણી અલગ પંરપરા જાળવવા આગળ આવવું જોઈએ. સાવ એવું પણ નથી કે પરંપરા ભુલાવાના આરે છે પણ જે સ્થિતિ છે તે જોતાં એવું તો ચોકકસ લાગે કે આગામી સમયમાં પરંપરા માત્ર નામ પુરતી રહી જશે.
આજે અષાઢી બીજ, કચ્છનું નવું વર્ષ, કચ્છી ભાંવરે કે જજીયું જજીયું વંધાઈંયું
બખ મલાખડો, સફેદ રણ, કાળો ડુંગર, માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, રવેચીધામ, પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય બોર્ડર, કચ્છી ભરત સહિત અનેક બાબતોથી કચ્છ પ્રદેશ સૌથી અલગ તરી આવે છે અને તેથી જ કચ્છી પ્રજા ખમતીધર પ્રજા તરીકે ઓળખાય છે. 1819ના ભૂકંપ પછી કચ્છની સ્થિતિ બદલાયા બાદ વર્ષ 2001ના ભૂકંપમાં કચ્છે જે પીડા ભોગવી છે. તે હવે વિકાસ સાથે દુખદ યાદ બની રહી છે. કોરોનાકાળમાં હજુ પણ ધરતીના પેટાળમાં થતી હિલચાલને કારણે ડર વચ્ચે પણ કચ્છ આગળ વધી રહ્યું છે. કચ્છીમાં હજુ પણ બોલાય છે જીંએ કચ્છ. આજના સપરમાં દિવસે ઈટીવી ભારત પરિવાર પણ સર્વ કચ્છીઓને શુભેચ્છા પાઠવે છે. કચ્છી ભાંવરે કે જજીયું જજીયું વંધાઈંયું.
Last Updated : Jun 23, 2020, 10:36 AM IST

ABOUT THE AUTHOR

...view details