ગુજરાત

gujarat

ETV Bharat / state

આજે કચ્છના પાટનગર ભુજનો જન્મદિવસ, 471 વર્ષે મહાનગર તરફ પ્રયાણ - ભૂજ ન્યુઝ

કચ્છ: જિલ્લાનું પાટનગર ભુજ શહેરનો આજે 471મો જન્મદિવસ છે. ઈ.સ. 1549 અને વિક્રમ સંવત 1605ના માગશર સુદ પાંચમના આ નગરનો પાયો નંખાયો હતો. કોમી એકતા, સહિયારા પ્રયાસો અને ઝિંદાદિલી માટે ભૂજની ઓળખ આજે પણ કાયમ છે. જાડેજા વંશના રાજવી રાવ ખેંગારજી પહેલાએ ભૂજમાં ખીલી ખોડીને આ શહેરની સ્થાપના કરી હતી, ત્યારથી અત્યાર સુધીની સફરમાં આ શહેરે અનેક ચડાવ ઉતાર જોયા છે. હવે આધુનિક અને વિકાસની માગના સમયમાં ભુજ મહાનગર બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે.

આજે કચ્છના પાટનગર ભૂજનો જન્મદિવસ
આજે કચ્છના પાટનગર ભૂજનો જન્મદિવસ

By

Published : Dec 1, 2019, 11:06 AM IST

ભુજ શહેર પાંચ નાકા અને છઠ્ઠી બારીનું શહેર, જોકે આજે શહેર ચારેય દિશામાં આગળ વધી રહ્યું છે. હવે આગામી દિવસોમાં ભુજને વધુ વિકાસની જરૂર છે. જન્મદિવસની ઉજવણી આજે ખીલીપુજન સાથે થશે. પંરપરાગત રીતે આ ખીલીપુજન બાદ વિવિધ સ્પર્ધાઓ પણ યોજાશે, પણ 470 વર્ષ પહેલા જયારે ખીલી ખોડાઈ, ત્યારથી અત્યાર સુધીના જખ્મો કે પ્રેમને આજે યાદ કરવાની ઈચ્છા નથી, પણ હવે શું તેના તરફ નજર દોડાવવી જરૂરી છે.

ભુજ શહેરમાં ભૂકંપ પછી ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરીને શહેરને ફરી બેઠું જરૂર કરી દેવાયું છે પણ ટ્રાફિક અને ખાસ કરીને માર્ગોના કામ અધુરા રહ્યા હોવાથી વિકાસને ઝાંખપ પણ લાગી છે. ભૂકંપ પછીનો માસ્ટર પ્લાન હવે બદલવો પડી રહ્યો છે. ભુજ શહેર માટે બ્રિજ બનાવીને ટ્રાફિક હળવી કરવા સાથે શહેરની અંદર ટીપી પ્લાનનો અમલ અને શહેરની હદ વધારવા સહિતના આયોજનને આવરી લેવામાં આવી રહ્યા છે.

હેપ્પી બર્થ ડે ભૂજ
આ સમગ્ર વિકાસ સાથે સુંદરતાનું પણ મહત્વ છે. કચ્છનું પ્રવાસન ખુબ આગળ વધી રહ્યું છે. તેમાં ભુજ શહેર કેન્દ્રમાં આવી જાય છે, તેથી જ ભુજ શહેરના વિકાસ સાથે સુંદરતાને પણ ધ્યાને રાખવી જરૂરી છે. ભુજમાં ભૂકંપ દિવંગતોની યાદમાં ભુજીયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવનનું નિર્માણ કામ ચાલી રહ્યુ છે. એટલે એમ કહી શકાય કે, અનેક તડકી છાંયડી જોનાર ભૂજ શહેર આધુનિક રંગમાં રંગાઈને આગળ વધી રહ્યું છે. છેલ્લે આજના દિવસે કચ્છ ભાષામાં કચ્છી બોલીમાં જીએ રા. જીએ કચ્છ, જીએ ભૂજ........ એટલે કે રાજવીને આયુષ્ય લાંબું રહે. જીવે કચ્છ જીવે ભૂજ તમને બધાને લાડકા ભુજના જન્મદિને જજીયું જજયું વંધાયું.

ABOUT THE AUTHOR

...view details