કચ્છ: મંગળ ગ્રહ પર જોવા મળતા સોલ્ટ ક્રિસ્ટલ (Kutch desert salt crystals) વિશ્વ વિખ્યાત ગુજરાતના સફેદ રણ (famous white desert of Gujarat )માં જોવા મળ્યા છે, ત્યારે માર્ચ મહિનામાં નાસાના વૈજ્ઞાનિકો સફેદ રણની મુલાકાત લઈને DNA ટેસ્ટ કરીને મંગળ ગ્રહ સાથેનો સંબંધ શોધશે. નાસાના વૈજ્ઞાનિકો મંગળ ગ્રહ પર મળેલા સોલ્ટ ક્રિસ્ટલ (salt crystals of Mars) બાદ હવે કચ્છના સફેદ રણમાં જોવા મળતા સોલ્ટ ક્રિસ્ટલ સાથે સરખામણી કરશે. માર્ચ મહિનાની શરૂઆતમાં નાસાના વૈજ્ઞાનિકો (NASA team will visit Gujarat ), એમિટી યુનિવર્સિટી તથા કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ-સંશોધકો સંશોધન કરશે. મંગળ ગ્રહ અને કચ્છના સફેદ રણના સોલ્ટ ક્રિસ્ટલના DNA ટેસ્ટ કરવામાં આવશે.
માર્ચમાં નાસાના વૈજ્ઞાનિકો આવીને કરશે સંશોધન
આ સમગ્ર સંશોધન અંગે માહિતી આપતાં કચ્છ યુનિવર્સીટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટલ સાયન્સ વિભાગના હેડ ડો.મહેશ ઠક્કરે ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લાં કેટલાક વર્ષોથી પૂરા વિશ્વમાં મંગળ ગ્રહની જે ધરતી છે તેના પર અભ્યાસ અને સંશોધન કરવાના કાર્યોએ ગતિ પકડી છે. આ સંશોધન કાર્યમાં નાસા અને ઈસરો જેવા રીસર્ચ સેન્ટર પણ જોડાયા છે. જેના ભાગરૂપે 2013, 2014 અને 2015માં નાસાની ટીમ સંશોધન અર્થે કચ્છ આવી હતી અને 2019માં પણ એક ટીમ સંશોધન કરવા માટે આવી હતી. નાસાના વૈજ્ઞાનિકો અનેક વર્ષોથી મંગળ ગ્રહની સપાટી પર સંશોધન કરી રહ્યા છે.
ગ્રેટ રણ ઓફ કચ્છ ખાતે મળેલ સોલ્ટ ક્રિસ્ટલ મંગળ ગ્રહ જેવો આભાસ કરાવે છે.
મંગળ ગ્રહ પર નાસા દ્વારા મોકલાવવામાં આવેલ રોવરે જે ઇમેજ લીધા છે તેના પ્રમાણે મંગળ ગ્રહની સપાટી વિશે જાણવા મળે છે, પરંતુ મંગળ ગ્રહની સપાટીનો અભ્યાસ કરવા માટે હંમેશા ત્યાં જવું શક્ય નથી ત્યારે નાસાએ પૂરા વિશ્વમાં મંગળ ગ્રહ જેવી જમીન ક્યાં ક્યાં છે તેનું સંશોધન કર્યું છે. જેમાં કચ્છ જિલ્લામાં માતાનામઢ ખાતે તેઓએ કરેલું ઇમેજનરીનું પરિણામ સમાન આવ્યું હતું. સાથે સાથે લુણા ખાતે આવેલ ક્રેટર અને ત્યાર બાદ ગ્રેટ રણ ઓફ કચ્છ ખાતે મળેલ સોલ્ટ ક્રિસ્ટલ મંગળ ગ્રહ જેવો આભાસ કરાવે છે.
23,000થી 24,000 ચોરસ કિલમીટરમાં ફેલાયેલું છે ગ્રેટ રણ ઓફ કચ્છ
ગ્રેટ રણ ઓફ કચ્છ કે જે 23,000થી 24,000 ચોરસ કિલમીટરમાં ફેલાયેલું છે. જે એક જીયોલોજીકલ બેસિન છે, જેમાં જુદી જુદી નદીઓ અને સમુદ્ર જુદાં જુદાં સમયે પાણી અથવા તો જમા કરે છે, જે સુકાઈ જાય છે. જુદી-જુદી નદીઓ અને સમુદ્ર મારફતે આવેલ પાણી જીઓલોજીકલ પરિસ્થિતિના કારણે કોઈ અન્ય જગ્યાએ જાઇ નથી શકતું, ત્યારે આ પાણી સુકાઈ જાય છે અને સુકાવવાના કારણે ત્યાં સોલ્ટના સ્તર જામે છે.
નદી-સમુદ્રનું પાણી સુકાયા બાદ હાયપર સલાઈન થઈ સોલ્ટ ક્રિસ્ટલ બની જાય છે
જ્યારે જ્યારે પાણી જીઓલોજીકલ પરિસ્થિતિના કારણે સુકાઈ જાય છે અને સોલ્ટના સ્તર જામે છે ત્યારે તેના પર રહેલા બાકીનું પાણી હાયપર સલાઈન થઈ જવાથી ત્યાં સોલ્ટ ક્રિસ્ટલ બની જાય છે. સોલ્ટ ક્રિસ્ટલ બનવાની જે પ્રક્રિયા છે તે અજીબ છે. જ્યારે આવા પર્યાવરણમાં સોલ્ટ ક્રિસ્ટલ બને છે ત્યારે ત્યાં સોડિયમ કલોરાઇડ પણ હોય છે ઉપરાંત અન્ય કલોરાઈડ પણ હોય છે અને સલ્ફેટ પણ હોય છે. જેના કારણે અલગ અલગ પ્રકારના સોલ્ટ ત્યાં જમા થાય છે. પરિણામે હાઇપર સેલાઈન વોટરમાં અનેક બેકટેરિયા અને ફંગસ તેમાં જમા થઈ જતું હોય છે અને ત્યાં પોતાની સંખ્યા વધારે છે.