ગુજરાત

gujarat

કોરોનાગ્રસ્ત અને હોમ કવોરન્ટાઈન થયેલાં લોકો માટે લોહાણા સમાજ અને સેવાભાવી લોકો દ્વારા ટિફિનની વ્યવસ્થા કરવામાં આવી

By

Published : May 6, 2021, 1:57 PM IST

કોરોનાગ્રસ્ત અથવા તો હોમ ક્વોરોન્ટાઈનમાં રહેતા પરીવાર માટે ભુજ લોહાણા સમાજ દ્વારા ટીફીન સેવા શરૂ કરવામાં આવી છે.

corona
કોરોનાગ્રસ્ત અને હોમ કવોરન્ટાઈન થયેલાં લોકો માટે લોહાણા સમાજ અને સેવાભાવી લોકો દ્વારા ટિફિનની વ્યવસ્થા કરવામાં આવી

  • કોરોના કાળમાં લોકોએ શરૂ કરી ટિફિન સર્વિસ
  • ભુજના લોહાણા સમાજ દ્વારા શરૂ કરવામાં આવી ટિફિન સર્વિસ
  • કોરોનાગ્રસ્ત દર્દીના પરીવાર માટે શરૂ કરવામાં આવી આ સર્વિસ

ભુજ: લોહાણા મહાજન દ્વારા સમાજના લોકો માટે ઘેરઘેર ટિફિન પહોંચાડવામાં આવે છે. કુટુંબમાં રસોઈનું સંચાલન કરનાર મા બહેન કે પત્ની જ્યારે કોરોનાગ્રસ્ત થઈ જાય ત્યારે આખો પરીવાર મુશ્કેલીમાં મુકાય જાય છે. સામાજિક દાયિત્વના ભાગરૂપે લોહાણા સમાજના મોભીઓ એ એક મિટિંગ બોલાવી અને જે લોકો કોરોના ગ્રસ્ત હોય ત્યારે કઈ રીતે ઉપયોગી તેમને થવાય તે અંગેની વાતચીત ચર્ચા બાદ સમગ્ર પરિવાર માટે ઘેરબેઠા ટિફિન વ્યવસ્થાની ગોઠવણ કરાઈ હતી.

180 થી 200 પરિવારો માટે ટિફિન વ્યવસ્થા

ભુજ લોહાણા સમાજ દ્વારા દરરોજના 180 થી 200 પરીવારોને આ ટિફિન વ્યવસ્થા કરવામાં આવી રહી છે. લોકોને સારું અને સાત્વિક ભોજન મળે એવી વ્યવસ્થાને લોકોએ પણ બિરદાવી હતી અને ભોજન માટેની વ્યવસ્થાને પણ સરાહનીય ગણાવી હતી.

આ પણ વાંચો : ભુજમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન 12 વ્યક્તિઓ દ્વારા જાહેરનામાનો ભંગ, 9 વાહન ડિટેઇન


કેટરિંગ સાથે સંળાયેલાં લોકોએ પણ ટિફિન માટેની વ્યવસ્થા ઉભી કરી

હાલના તબક્કે કેટરિંગ વ્યવસાય પડી ભાંગ્યો છે. દીપકભાઈ ત્રિપાઠી દ્વારા ઘર જેવું જ જમવાનું લોકો ને મળી રહે એવી વ્યવસ્થા કરાઈ છે કેટરિંગમાં અગ્રીમ હરોળમાં જેમનું નામ લેવાય છે એવા નંદની કેટરિંગના માલિક બન્ને ભાઈઓ એ મિત્ર વર્તુળમાં ચર્ચા કરીને બહોળો પ્રતિસાદ મળ્યો અને એમને અમલમાં મુક્યો હતો અને ટિફિન વ્યવસ્થા ચાલુ કરી હતી.

કોરોનાગ્રસ્ત અને હોમ કવોરન્ટાઈન થયેલાં લોકો માટે લોહાણા સમાજ અને સેવાભાવી લોકો દ્વારા ટિફિનની વ્યવસ્થા કરવામાં આવી
શુદ્ધ અને સાત્વિક ભોજન પીરસવામાં આવી રહ્યું છેહાલ 175 થી 190 લોકોનું ભોજન બનાવી ને ટિફિન મારફતે લોકો ને ઘેરઘેર પહોંચાડવામાં આવે છે. ભુજમાં કેટરિંગમાં સારું નામ ધરાવતા નંદની કેટરિંગ ગ્રૂપ દ્વારા કોરોના ગ્રસ્ત પરિવારોને માટે ઘેર બેઠા ટિફિન સેવા પહોંચાડવાનો નિર્ણય કર્યો હતો જેમાં લોકો નો પણ સારો સહયોગ સાંપડ્યો છે. ઘર જેવું જ ભોજન આપવામાં આવી રહ્યું છે આ ભોજનમાં કોઈ તેલ મસાલાનો ઉપયોગ કરવામાં નથી આવતું પણ સાદું અને સાત્વિક ભોજન પીરસવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details