કચ્છઃ જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશીએ ETV ભારત સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં તંત્ર દ્વારા જાગૃતિ અને સમજણની જે કામગીરી આદરી હતી, જેના થકી કચ્છ જિલ્લામાં દોઢ લાખથી વધુ લોકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી છે જે કચ્છ વાસીઓએ જાગૃતિ દર્શાવે છે.
કોરોના સામેના જંગમાં કચ્છના તંત્રની ત્રિસ્તરીય વ્યૂહરચના... જૂઓ ખાસ વાતચીત - સામૂહિક આરોગ્ય કેન્દ્ર
કચ્છમાં તંત્રએ ત્રિસ્તરીય વિહયુરચના સાથે કોરોના મહામારી સામે જંગ માંડ્યો છે. આરોગ્યની બાબતોમાં કચ્છ જિલ્લાને પછાત ગણવામાં આવે છે, ત્યારે જિલ્લા પંચાયતની ટિમોએ કઈ રીતે જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશીની આગેવાનીમાં આ જંગમાં કામગીરી આદરી છે તે અંગે ઇટીવી ભારત સાથે ડીડીઓ એ ખાસ વાતચીત કરી હતી.
જિલ્લા પંચાયત દ્વારા સૌથી પહેલા જરૂરી આરોગ્ય સાધનો અને સામગ્રીની ખરીદી પર ધ્યાન અપાયું હતું, આ પછી તંત્રએ જિલ્લામાં ચાર કોવિદ હોસ્પિટલ અને નવ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 25 બેડની આઇસોલેશન વોર્ડની સુવિધા ઉભી કરી દીધી છે. હવે તંત્ર જિલ્લામાં રેપિડ ટેસ્ટ વડે 10 તાલુકામાં પરીક્ષણ શરૂ કરશે આ માટે તાલુકા સ્તરીય ટીમ બનાવાઇ છે. આ ટીમને જિલ્લા કક્ષાએ તાલીમ અને સાધનોની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્થાનિક જિલ્લામાં જ કોરોના ટેસ્ટ કરી શકાય તે માટે તંત્રએ ચોક્કસ માર્ગદર્શિકા સાથેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આશાવાદ છે કે, એકાદ બે દિવસમાં તેની પણ મંજૂરી મળી જશે.