કચ્છ કોરોના અપડેટઃ જિલ્લામાં 3 શંકાસ્પદ દર્દી દાખલ, આજથી જિલ્લામાં રેપિડ ટેસ્ટ શરૂ - કચ્છ કોરોના અપડેટ
કચ્છ જિલ્લામાં 6 પોઝિટિવ કેસમાંથી એક વૃદ્ધ મહિલા કોરોના મુક્ત થવાની સાથે આજે કચ્છના વધુ તમામ 29 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જો કે, વધુ ત્રણ શંકાસ્પદ દર્દીઓને સારવાર હેઠળ રખાયા છે.
કચ્છમાં વધુ 3 શંકાસ્પદ દર્દીને કરાયા દાખલ, આજથી જિલ્લામાં રેપીડ ટેસ્ટ શરૂ કરાશે
કચ્છ: આરોગ્ય વિભાગની વિગતો મુજબ, કોટડા મઢ ગામમાંથી પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 19 લોકોના સેમ્પલ લેવાયા હતાં. જે તમામ નેગેટિવ આવ્યાં છે. આ વચ્ચે આજે જિલ્લાના ઉચ્ચધિકારીઓએ પોઝિટિવ કેસ ધરાવતા કોટડા મઢ ગામની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તંત્રએ આજે આ ગામમાંથી વધુ 12 સેમ્પલ લીધા છે. 3 શંકાસ્પદ દર્દી અને આ 12 સેમ્પલ મળીને કુલ 15 સેમ્પલ પરીક્ષણ માટે મોકલાયા છે. બીજી તરફ પોઝિટિવ દર્દીના સીધા સંપર્કમાં આવેલા તમામ લોકોનું રેપિડ ટેસ્ટ કરવાનો નિર્ણય કરાયો છે.