કચ્છ : જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં ૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધી કુલ 109 પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલમાં 23 એક્ટિવ પોઝિટિવ કેસ છે.
કચ્છમાં વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, ભુજમાં 4 BSF જવાનો થયા સ્વસ્થ્ય
સમગ્ર દેશમાં કોરોના કેસ સતત્ત વધી રહ્યા છે. ત્યારે કચ્છમાં નવા 3 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે ભૂજમાં 4 BSF જવાનો સ્વસ્થ્ય થયા છે.
મંગળવારના પોઝિટિવ કેસમાં ભૂજના યુવાન, અંજારની મહિલા અને અમદાવાદના દહેગામથી આવેલા યુવાનનો સમાવેશ થાય છે. મંગળવારે જાહેર થયેલા પોઝિટિવ કેસને પગલે આરોગ્ય વિભાગે દર્દીઓને સારવાર માટે ખસેડવા ઉપરાંત સંપર્કમાં આવેલા લોકોને કવોરન્ટાઈન કરવા સહિતની કામગીરી શરૂ કરી દીધી છે.
કોરોના વાઇરસમાં કચ્છ જિલ્લામાં જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટર અને આપત્તિ વ્યવસ્થાપન શાખા દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ હાલમાં કુલ 9 કન્ટેન્મેન્ટ ઝોનમાં 670 લોકોનો સર્વે કરાયો હતો. કચ્છ જિલ્લામાં અન્ય જિલ્લા કે રાજયમાંથી આવેલા લોકોની કોરેન્ટાઇન અંગેની વિગતોમાં હાલમાં 1300 જેટલા લોકો સંસ્થાકીય કોરોન્ટાઇન હેઠળ છે. હાલમાં 7588 લોકોને હોમ કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે પોઝિટિવ દર્દી સાથે સંપર્કમાં આવેલા લોકોની કોરોન્ટાઇન અંગેની વિગતોમાં અત્યાર સુધી કુલ 415 લોકોને સંસ્થાકીય કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે.
અત્યાર સુધી 782 વ્યકિતઓને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાની વિવિધ કોવીડ હોસ્પિટલમાં હાલ 27 દર્દી એડમીટ છે અને અત્યાર સુધીમાં કુલ 26 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. ભૂજની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠલ રેહલા ભૂજ BSF કેમ્પના ચાર જવાનોને સ્વસ્થ્ય થઈ જતા રજા આપવામાં આવી હતી.