કચ્છ :માતાના મઢ ખાતે 450 વર્ષોથી કરવામાં આવતી ચામર-પત્રી વિધિ અંગે ભુજ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં આ વિધીનો એકમાત્ર અધિકાર કચ્છનાં રાજવી પરિવારનાં સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાના પત્ની એવા પ્રીતિદેવીને આપવામાં આવ્યો હતો અને તેમની અનઉપસ્થિતિ કે, અસમર્થતતામાં આ પત્રી વિધિ રાજવી કુળના વંશાનુક્રમે આવતી નજીકની વ્યકિત અથવા તેમના દ્વારા નીમવામાં આવેલ વ્યક્તિ રાજ કુટુંબના મુખ્ય વ્યકિત સાથે રહીને કરી શકશે તેવો આદેશ કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર કેસ 26 સપ્ટેમ્બર 2009ના રોજ સ્વ. મહારાવ પ્રાગમલજી ત્રીજા ઓફ કચ્છ નવરાત્રિ દરમિયાન પત્રી વિધિની પૂજા માટે માતાના મઢ ગયેલા તે સમયે ચાચરા કુંડ મધ્યે જતા પગથિયા ચડતી વખતે તકલીફ ઉભી થતાં તેઓ તેવી પરિસ્થિતિમાં બાકીની વિધિ પૂરી કરી શકે તેવી પરિસ્થિતિ ન હોવાથી તેમની સાથે રહેલ જુવાનસિંહ હમીરસિંહ જાડેજાને આ વિધિ કરવા માટે જણાવેલ. તે સમયે માતાના મઢના અધ્યક્ષ યોગેન્દ્રસિંહ ગુરુ કરમશી રાજાબાવા દ્વારા આ વિધિ કરતા તેમને રોક્યા હતા અને તેથી વર્ષોથી ચાલી આવતી તે પત્રી વિધિ પૂર્ણ થઈ શકી ન હતી. - તેરા ઠાકુર મયુરધ્વજસિંહ જાડેજા
મહારાવની અસમર્થતતામાં પ્રતિનિધિ કરી શકે છે વિધિ :સ્વ. મહારાવ પ્રગામલજી ત્રીજા ઓફ કચ્છ દ્વારા આ બાબતે નખત્રાણાની કોર્ટમાં અને ત્યારબાદ દયાપરની કોર્ટમાં આ વિધિ અંગે દાવા કરવામાં આવ્યા હતા. દયાપરની કોર્ટ દ્વારા 6 માર્ચ 2019ના રોજ ચુકાદો આપવામાં આવ્યો હતો અને આ ચુકાદા મુજબ સ્વ. મહારાવ પ્રગામલજી ત્રીજા ઓફ કચ્છ સ્વ. રાજવી મહારાવ મદનસિંહજીના મોટા પુત્ર તરીકે કરી શકશે તેવું ઠરાવેલ અને તેમની અનઉપસ્થિતિ કે, અસમર્થતતામાં આ પત્રી વિધિ રાજવી કુળના વંશાનુક્રમે આવતી નજીકની વ્યકિત રાજ કુટુંબના મુખ્ય વ્યકિત સાથે રહીને કરી શકશે તેવું ઠરાવવામાં આવ્યું હતું. તથા વધુમાં આવી વિધિ થાય તે બાબતે યોગેન્દ્રસિંહ ગુરુ કરમશી રાજાબાવા વિરૂધ્ધ મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો હતો.
પ્રતિવાદીઓને કોઈ અધિકાર નથી :આ હુકમના સંદર્ભમાં દયાપર કોર્ટે એવું ઠરાવેલ કે, અનઉપસ્થિતિ કે, અસમર્થતતામાં આ પત્રી વિધિ રાજવી કુળના વંશાનુક્રમે આવતી નજીકની વ્યકિત રાજ કુટુંબના મુખ્ય વ્યકિત સાથે રહીને કરી શકશે તેટલા પૂરતું હુકમ યોગ્ય ન હોતાં સ્વ.મહારાવ પ્રાગમલજી ત્રીજા દ્વારા ભુજની કોર્ટમાં અપીલ કરેલ અને આ જ હુકમને હનુવંતસિંહ મદનસિંહ જાડેજા દ્વારા પણ પડકારવામાં આવ્યો હતો. અધિક ડિસ્ટ્રીકટ જજ દ્વારા 20 સપ્ટેમ્બર 2021ના ચુકાદો આપી અપીલ અંશતઃ મંજૂર કરી અને ઠરાવેલ કે, આ પત્રી વિધિ મહારાણી પ્રીતિદેવી ઓફ કચ્છએ જયાં સુધી પોતે હયાત હોય ત્યાં સુધી જાતે કરે તથા આ વિધિ અન્ય કોઈને ટ્રાન્સફર ન કરવાનું ઠરાવેલ તથા તમામ પ્રતિવાદીઓ વિરૂધ્ધ મનાઈ હુકમ ફરમાવ્યું હતું. કોર્ટ દ્વારા તે પણ નોંધાવવામાં આવ્યું હતું કે, હનુવંતસિંહ જાડેજાએ આ ચામર તથા પતરી વિધિમાં છેલ્લા 30 વર્ષથી ભાગ લીધો નથી માટે તેમનો આ વિધિ માટે કોઈ અધિકાર પણ નથી.
આ વર્ષે મયુરધવજસિંહને પત્રીવિધિ કરવામાં માટે નીમાયા : આ મામલો હાઈ કોર્ટમાં પણ પહોંચ્યો હતો અને અંતે ગત વર્ષે હનુવંતસિંહ જાડેજા અને મહારાણી પ્રિતીદેવી ઓફ કચ્છ બંને દ્વારા આ પરંપરાગત પતરીવિધિ કરવામાં આવી હતી અને માતાજીએ બંનેને આશીર્વાદ આપ્યા હતાં. ગયા વર્ષે કચ્છનાં ઇતિહાસમાં પ્રથમ વખત બે વાર પત્રી પૂજા કરાઈ હતી. તો બીજી તરફ કોર્ટે સ્પષ્ટ આદેશ કર્યો હોવાનો દાવો આજે પ્રેસ કોન્ફરન્સમાં કરાયો હતો કે મંદિરનાં પૂજારી રાજા બાવાને પત્રી વિધિને કરવાનો કે અટકાવવાનો કોઈ અધિકાર નથી અને હનુમંતસિંહ જાડેજા ને પણ હક્ક નથી. આમ આ વખતે કાયદાકીય રીતે મહારાણી પ્રીતીદેવી ઓફ કચ્છ દ્વારા રાજવી પરિવારના મયુરધવજસિંહને પત્રીવિધિ કરવામાં માટે નીમવામાં આવ્યું છે અને તેઓ આ વર્ષે પત્રી ઝીલીને કચ્છની સુખાકારી માટે પ્રાર્થના કરશે.
- 3rd Day Shardiya Navratri 2023 : આ મંત્રથી દેવી ચંદ્રઘંટાને પ્રસન્ન કરો, જાણો પૂજા પદ્ધતિ, શુભ સમય અને આરતી વિશે
- Navratri 2023: અદ્ભુત, અલૌકિક, અકલ્પનીય! છેલ્લાં 25 વર્ષથી માથે 7 કિલોના ગરબા મૂકી મહિલાઓ કરે છે માતા રાનીની આરાધના