કચ્છઃ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રેમકુમાર કન્નરે ઈટીવી ભારતને જણાવ્યું હતું કે, કોરોના પોઝિટિવ વૃદ્ઘના પત્ની-પુત્રવધૂ સહિત તેમના ક્લૉઝ કોન્ટેક્ટમાં આવેલાં નવ લોકોના સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યાં હતા. જે પૈકી પુત્રવધૂનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે અને બાકી 7 ના રીપોર્ટ નેગેટીવ આવ્યાં છે. જયારે તેમના પત્નીનો રિપોર્ટ પેન્ડિંગ હતો. જેનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
કચ્છમાં કોરોનાના 4 કેસ પોઝિટિવ, વૃદ્ધ બાદ ઘરના બે સભ્યોનો રીપોર્ટ પણ પોઝિટિવ - Health Officer Dr. Prem Kumar
કચ્છમાં ગુરૂવારે કોરોનાનો ચોથો પોઝિટિવ કેસ નોંધાયો છે. ભૂજ તાલુકાના માધાપરની ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતા 62 વર્ષિય વૃદ્ઘને કોમ્યુનિટી ટ્રાન્સમિશનથી કોરોના વાઈરસનો ચેપ લાગ્યા બાદ તેમના સંપર્કમાં આવેલા બે લોકોને પણ ચેપ લાગ્યો છે. જ્યારે તેમના પુત્રનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે આ ઉપરાંત વૃદ્ધના પત્નીનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે.
કચ્છમાં કોરોનાનો ત્રીજો કેસ, વૃદ્ધ બાદ પુત્રવધૂને કોરોનો રીપોર્ટ પોઝિટિવ
એન.આર.આઈની વસ્તી ધરાવતા માધાપરમાં પોઝિટિવ કેસ નોંધાયા બાદ 3 કિલોમીટરના સમગ્ર વિસ્તારને કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરી દઈ તમામ પ્રકારની મુવમેન્ટ પર કડક રોક લગાવી દીધી છે. ત્રણ મુખ્ય રસ્તા પૈકી આજે તંત્રએ એક માર્ગ સંપૂર્ણ રીતે બંધ કરી દીધો છે. આવતા જતા તમામનું સ્કેનિંગ કરાઈ રહ્યું છે.
Last Updated : Apr 10, 2020, 5:41 PM IST