ગુજરાત

gujarat

By

Published : May 27, 2020, 2:49 PM IST

ETV Bharat / state

કુદરતના રૌદ્રરુપના આ દ્રશ્યો અહીં સામાન્ય ગણાય છેઃ જૂઓ નારાયણ સરોવરમાં રજાવરણનો વીડિયો

કચ્છમાં વાતાવરણમાં થોડા ફેરફાર નોંધાઈ રહ્યાં છે. સખત ગરમી સાથે પવનની ઝડપમાં વધારો થવાથી કચ્છના અંતિમ ગામ નારાયણ સરોવરમાં રજાવરણના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ખાસ કરી પવન સાથે રેતાળ માટી ઉડી રહી છે જેને પગલે ગામલોકોને પરેશાનની સામનો કરવો પડી રહ્યો છે.

કુદરતના રૌદ્રરુપના આા દ્રશ્યો અહીં સામાન્ય ગણાય છેઃ જૂઓ નારાયણ સરોવરમાં રજાવરણનો વિડીયો
કુદરતના રૌદ્રરુપના આા દ્રશ્યો અહીં સામાન્ય ગણાય છેઃ જૂઓ નારાયણ સરોવરમાં રજાવરણનો વિડીયો

ભૂજ: વિગતો મુજબ નારાયણ સરોવર અને કોટેશ્વર વચ્ચે ત્રણ રસ્તા પાસેના આ વિડીયો સામે આવ્યાં છે. જેમાં પોલીસ જવાનો લૉકડાઉન પોલીસ બંદબસ્તમાં જોવા મળી રહ્યાં છે. જેઓ સખત પવન અને ધૂળની ડમરીઓ વચ્ચે પોતાની ફરજ અદા કરી રહ્યાં છે. છેલ્લાં બે દિવસથી આ સ્થિતિ ઉભી થઈ છે.

કુદરતના રૌદ્રરુપના આા દ્રશ્યો અહીં સામાન્ય ગણાય છેઃ જૂઓ નારાયણ સરોવરમાં રજાવરણનો વિડીયો
નારાયણ સરોવરના સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાએ ETV Bharat ને જણાવ્યુ હતું કે આ દર વર્ષે સીઝન બદલાય ત્યારે આ રીતે રજાવરણ શરૂ થાય છે દસેક દિવસ સુધી આ સ્થિતિ રહે છે. ગ્રામજનોની સાથે દર વર્ષે યાત્રાળુઓ પણ આ સમસ્યાનો સામનો કરે છે. રેતાળ પ્રદેશ ઉપરાંત દરિયાકિનારો અને પવનની ઝડપને પગલે સૂકી રેતી અને માટી પવન સાથે મળીને આ રીતે ધૂળની આધી જેવો માહોલ બનાવે છે. જોકે પવનની ઝડપ સાથે તે સ્થિર પણ થઈ જાય છે. ખાસ કરીને નારાયણ સરોવર પાસે બંધારો બાંધવામાં આવ્યો છે. જેમા પાણી સૂકાઈ જાય એટલે માટી અને રેતી વધુ ઉડે છે. જોકે થોડા દિવસમાં સ્થિતિ સામાન્ય બની જાય છે. દરમિયાન જાણકારો કહે છે, કચ્છના અનેક સરહદી અને રણકાંધીના ગામોમાં ઉનાળા અને ચોમાસાની વચ્ચેના સમયગાળામાં આવું રજાવરણ જોવા મળતું હોય છે. પવનની ઝડપ સાથે આ રીતે માટી ઉડે છે અને મોટા ઘેરાવામાં આંધી જેવું બની રહે છે.

ABOUT THE AUTHOR

...view details