- ટપ્પર ડેમથી અંજાર સુધીની પાણીની પાઈપલાઈનનું કામ પૂર્ણ
- કચ્છને આ ઉનાળામાં વધારાના પીવાના પાણીની જરૂર રહેશે નહી
- "નળ સે જલ" યોજના અંતર્ગત-2022 સુધીમાં છેવાડાના દરેકને વ્યક્તિદીઠ-100 લિટર મળશે પાણી
- ઇન્ડસ્ટ્રીઝને 35-40 MLD પાણી અપાય છે
કચ્છ: જિલ્લામાં કુલ-874 ગામો આવેલા છે અને 20 લાખ જેટલા ઢોરોની સંખ્યા છે. કચ્છની ઇન્ડસ્ટ્રીને પણ લિમિટેડ પ્રમાણમાં પાણી આપવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીની 80 MLDની જરૂરિયાત હોય છે અને ઢોરોને પણ 80 MLD પાણી જેટલી જરૂરિયાત હોય છે. કુલ મળીને કચ્છમાં 490 MLDની જરૂરિયાત છે. જેમાંથી ઇન્ડસ્ટ્રીઝને 35-40 MLD પાણી આપવામાં આવે છે.
આ પણ વાંચો:ભુજની દૈનિક 50 MLD પાણીની જરૂરિયાત સામે 15 MLDની ઘટ
ટપ્પર ડેમના 4 પંપોમાંથી 2 પંપો મારફતે પાણી મેળવવામાં આવી રહ્યું છે
માળીયાથી નર્મદાનું 220થી 230 MLD પાણી મળી રહે છે અને ટપ્પર ડેમમાંથી 120 MLD પાણી મળી રહે છે. ટપ્પર ડેમથી અંજાર સુધીની પાણીની પાઈપલાઈનનું કામ પૂર્ણ થઈ ગયું છે અને 4 પંપો માંથી 2 પંપો દ્વારા પાણી મેળવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો:દહેજમાં 1100 કરોડના ખર્ચે નિર્માણ થનાર 100 MLD પ્લાન્ટનું CM રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત