- ગામમાં કોઈ આરોગ્ય કેન્દ્ર કે કોવિડ કેર સેન્ટર નહીં
- સારવાર અર્થે લોકોને 6 કિલોમીટર દૂર અન્ય ગામમાં જવું પડે છે
- કોરોના પોઝિટિવ લોકોને હોમ કવોરન્ટાઇન કરવામાં આવે છે
કચ્છ: મુરૂ ગામમાં કોઈ આરોગ્ય કેન્દ્ર નથી તથા કોઈ પણ જાતનું કોવિડ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું નથી. જે કોઈ ગામના રહેવાસીઓને કોરોનાના લક્ષણો જણાય તેમને કોરોના અંગેનો રેપિડ ટેસ્ટ કરાવવા ગામથી 6 કિલોમીટર દૂર દેશલપર ગામમાં જવું પડે છે અને કોરોના ઉપરાંત જે કોઈ અન્ય રોગ હોય તેની સારવાર માટે પણ દેશલપર જવું પડે છે.
કચ્છના મુરૂ ગામે નથી કોઈ આરોગ્ય કેન્દ્ર કે નથી કોઈ કોવિડ કેર સેન્ટર કોરોના પોઝિટિવ લોકોને હોમ કવોરન્ટાઇન કરવામાં આવે છે
મુરૂ ગામમાં જે કોઈને ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવે છે તેમને હોમ કવોરન્ટાઇન કરવામાં આવે છે. સારવાર આપવા માટે કોઈ અલગ કોવિડ કેર સેન્ટર ઉભુ કરવામાં આવ્યું નથી. ગામના સરપંચ મુખ્ય મુરૂ ગામના નથી અન્ય ગામના છે અને સરપંચ દ્વારા કોરોનાથી સાવચેત રહેવા ગામના લોકોને માર્ગદર્શન આપવામાં આવે છે, પરંતુ ગામની મુલાકાત દરમિયાન મોટા ભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યા હતાં.
આ પણ વાંચો:ખેડામાં કોવિડ કેર સેન્ટર બાબતે સરપંચના પતિ દ્વારા તલાટી પર હુમલો
ગામમાં કોઈ દવાખાનું નથી
મુરૂ ગામમાં કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડે અને ગંભીર હાલત થાય તો એક તો કોઈ દવાખાનું નથી માટે ઓક્સિજનની જરૂર પડે તો મુશ્કેલી સર્જાઈ શકે છે. આ ઉપરાંત ગામની બહાર હાઈ-વે પાસે ગામનું સ્મશાનગૃહ આવેલું છે. જ્યાં પૂરતા પ્રમાણમાં લાકડાનો જથ્થો ઉપલબ્ધ છે.
આ પણ વાંચો:રાજયના ગૃહ પ્રધાને ખેડાના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઈ સમીક્ષા કરી
વહીવટીતંત્રે તાત્કાલિક ધોરણે કામગીરી કરી ગામમાં સુવિધાઓ ઊભી કરવી જોઈએ
કોરોનાની બીજી લહેર જ્યારે ગામડાઓમાં પ્રસરી રહી છે. ત્યારે વહીવટીતંત્રે તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરીને મુરૂ જેવા ગામમાં કોવિડ સેન્ટર તથા આરોગ્ય કેન્દ્ર ઉભું કરવું જોઈએ. જેથી કોરોનાગ્રસ્ત લોકોને યોગ્ય સારવાર આપી શકાય. Etv Bharat સાથે વાતચીત કરતા ગામના અગ્રણી મનજી મહેશ્વરીએ જણાવ્યું હતું કે, ગામનાં લોકોને માસ્ક અને સેનેટાઈઝરના ઉપયોગ માટે સલાહ સૂચનો આપવામાં આવી રહ્યા છે તેમજ ગામના સરપંચ દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.