જુઓ, કચ્છને દુષ્કળ મુકત બનાવવા કઇ રીતે થઇ રહ્યાં છે પ્રયાસો... - Efforts are being made to make Kutch drought-free
કચ્છઃ જિલ્લાને દુષ્કાળ મુકત થાય તેવા પ્રયત્ન થઈ રહ્યા હતાં. કચ્છના તંત્રએ ઘાસચારા અને પાણી માટે એક વ્યાયામ શરૂ કર્યો હતો, જેને લઇને રાપર તાલુકાના બાદરગઠમાં વનવિભાગ દ્વારા ઘાસચારાનું વાવેતર કરાયું છે.
બાદરગઢ રખાલમાં વન વિભાગ દ્વારા ઘાસનું વાવેતર કરાયું હતું. જેની ઇન્ચાર્જ પ્રાંત અધિકારી દ્વારા મુલાકાત લેવાઇ હતી. જેમાં વન્ય અભ્યારણ્ય વિસ્તાર ધરાવતા પૂર્વ કચ્છના રાપર તાલુકામા વન તંત્ર દ્વારા વન્ય પ્રાણીઓ અને અન્ય પશુઓ માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી, ત્યારે કચ્છના મુખ્ય વન સંરક્ષક એ.સી.પટેલ, પૂર્વ કચ્છ ડી.એફ.ઓ પી.એ.વિહોલના માર્ગદર્શન હેઠળ રાપર દક્ષિણ રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા તાલુકાના બાદરગઢ વીડી રખાલમાં અનામત વન વિસ્તારમાં અંદાજે 80 હેકટરમાં ઘાસ વાવેતર યોજના હેઠળ વાવણી કરાઇ હતી.