કચ્છ: કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં બે મહિનાથી બંધ લિકર શોપ ખુલતા જ અનેક જગ્યાએ શરાબ માટે લાઇનો લાગી છે. ત્યારે કચ્છની મોટાભાગની લીકર શોપ પર કાગડા ઊડી રહ્યા છે. સંચાલકો પરમીટ હોલ્ડર ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે. જેથી એક્સપાયરી ડેટ થાય તે પહેલા ચોક્કસ પ્રકારની શરાબ વેચાઈ જાય.
લોકડાઉન બાદ શરાબની દુકાનો પર લાઈનો લાગી છે, ત્યારે કચ્છની લીકર શોપ પર ઊડી રહ્યા છે કાગડા - બિયર
કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં બે મહિનાથી બંધ લિકર શોપ ખુલતા જ અનેક જગ્યાએ શરાબ માટે લાઇનો લાગી છે. ત્યારે કચ્છની મોટાભાગની લીકર શોપ પર કાગડા ઊડી રહ્યા છે. સંચાલકો પરમીટ હોલ્ડર ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે. જેથી એક્સપાયરી ડેટ થાય તે પહેલા ચોક્કસ પ્રકારની શરાબ વેચાઈ જાય.
કચ્છમાં જિલ્લાની દ્રષ્ટિએ સૌથી વધુ 9 લીકર શોપ આવેલી છે. તેમાંથી બે હાલમાં બંધ છે. જ્યારે 7 શોપ બે દિવસથી શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં બે દિવસમાં લીકર શોપમાંથી ચાર કરોડનો દારૂ વેચાઈ ગયો છે. ત્યારે કચ્છમાં સ્થિતિ અલગ છે અને લીકર શોપ પર કાગડા ઊડી રહ્યા છે.
ભુજમાં સેવન સ્કાય હોટલ ખાતે આવેલી લીકર શોપની મુલાકાત સમયે તે ખાલી જોવા મળી હતી. જ્યારે સંચાલક જટુભા રાઠોડે જણાવ્યું હતું કે, હાલે પરમીટની મોટી સમસ્યા હોવાથી લીકર વેચાણ ઓછું છે. 1200 જેટલી પરમીટ પૈકી મોટાભાગની રિન્યુ પ્રોસેસમાં અટકેલી છે. 200થી 300 પરમીટ છે, તે સાત દુકાનો વચ્ચે વેંચાયેલી રહી છે.
બીજી તરફ ટૂરિસ્ટને વિઝીટર વિઝા પણ બંધ છે. તેથી શરાબનું વેચાણ નહીંવત છે. તંત્ર પરમીટ હોલ્ડરની રજૂઆતોને ધ્યાને લઇ જલદી પરમિટ રિન્યુની કામગીરી પૂરી કરે તેવી માંગ છે, ખાસ કરીને NRI લોકો માટે પણ ખાસ વ્યવસ્થા કરવાની જરૂર છે.