કચ્છમાં 7 વર્ષ પહેલાં શરૂ કરાયેલા ભુજોડી ઓવર બ્રિજનું કામ ફરી શરૂ કરવામાં આવ્યું છે. ઉપરાંત બ્રિજ 10 માસમાં પૂર્ણ થવાની આસા સેવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાન રૂપાણીને આ બ્રિજના કારણે ભૂતકાળમં ઘણા બઘા સવાલોનો સામનો પણ કરવો પડ્યો હતો. બ્રિજનું કામ પૂર્ણ કરવા નાયબ મુખ્યપ્રધાન અને મુખ્યપ્રધાને અનેક વાયદાઓ પણ આપ્યા હતાં. હવે આ બ્રિજની ફરી એક વખત કામગીરી શરૂ કરવામાં આવી છે.
કચ્છમાં ભુજોડી ઓવર બ્રિજનું કામ ફરી શરૂ કરાયુ - ભુજોડી ઓવર બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી
કચ્છ: પંથકના વાહન ચાલક અને પ્રજાને છેલ્લા સાત વર્ષથી પરેશાન કરી રહેલા ભુજ નજીકના ભુજોડી ઓવરબ્રિજનું કામ અંતે શરૂ કરવામાં આવ્યું છે. આ બ્રિજની કામગીરી 10 માસમાં પૂર્ણ થવાની આસા સેવવામાં આવી રહી છે.
કચ્છમાં ભુજોડી ઓવર બ્રિજનું કામ ફરી શરૂ કરાયુ
ભુજોડી ઓવરબ્રિજના કામનો કોન્ટ્રેક્ટ 28 કરોડ રૂપિયામાં આપવામાં આવ્યો હતો. જે રકમ હવે 30 કરોડ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ભૂકંપને ઘ્યાનમાં રાખીને બ્રિજની ડિઝાઈનમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.